અમરેલી જિલ્લાના માચિયાળાના પ્રગતિશીલ ખેડૂત અરવિંદ ભાઈ ઘણા સમયથી વીજળીના પ્રશ્નથી પરેશાન હતા. તેમના ખેતરમાં પાક વાવેતર માટેના પિયત કરવા માટે પાણી તો હતું પણ વીજળી ન હતી. આમ આ ખેડૂતને રાત ઉજાગરા કરીને પાણી માટે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. પછી તેમને સોલાર પેનલ થી પણ વિદ્યુત પેદા થઈ શકે છે તેમ જાણ થતા તેમણે તેને માહિતી મેળવીને પોતાના ખેતરમાં પેનલો લગાવ્યા હતા. આ પેનલથી તેમની ખેતીમાં તેમને ધણા ફાયદાઓ થયા જેમ કે પોતાની ઈચ્છા મુજબ દિવસ દરમિયાન પેનલ દ્વારા જાતે પાણી પિયત કરી શકે છે તેમજ રાત્રી ઉજાગરા પણ કરવો નથી પડતો.
આ સોલાર વીજ પમ્પમાં આમ તો 4 થી 4.50 લાખ જેવો ખર્ચ થાય છે જેમાં હોર્ષ પાવર મુજબનો ખર્ચ થતો હયો છે. જેમાં હોર્સ પાવર દીઠ પાંચ હજાર ખર્ચ અને રજિસ્ટ્રેશન ફી એક હજાર થાય છે. સોલાર વીજ પમ્પના બે પ્રકારમાં પાંચ હોર્સ પાવર અને સાડા સાત હોર્ષ પાવરના ઉપલબ્ધ છે.