- ફરિયાદ દાખલ થતાં બીપી સોજીત્રા ઉતર્યા ભુગર્ભમાં
- લેન્ડ ગ્રેબિગ કેસમાં અમરેલી જિલ્લા ભાજપના નેતા પી પી સોજીત્રા સામે ગુન્હો દાખલ
- શહેરના જેસીંગપરા વિસ્તારમાં નગરપાલિકાની જમીન પર બાંધવામાં આવ્યું હતું કોમ્પ્લેક્ષ
- પી પી સોજીત્રા સહિત અન્ય કેટલાક આરોપી સામે ગુનો દાખલ કરી પોલીસે હાથ ધરી તપાસ
અમરેલી જિલ્લા ભાજપના કદાવર નેતા પી પી સોજીત્રા સામે લેન્ડ ગ્રેબિગ એકટ નીચે દાખલ થયો ગુનો
અમરેલીઃ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને કદાવર નેતા પ્રદીપ સોજીત્રા સામે અમરેલી પોલીસે લેન્ડ ગ્રેબિગ એક નીચે ગુનો દાખલ કરતા અમરેલીમાં ખડભડાટ મચી ગયો હતો. અમરેલી શહેરના જેસીગપરા વિસ્તારમાં આવેલી નગરપાલિકાની જમીન પર કોમ્પલેક્ષ બનાવીને તેનું વેચાણ કર્યાની વિગતો બહાર આવી હતી જેને ધ્યાને લઇને અમરેલી પોલીસે ગુન્હો દાખલ કરીને પી પી સોજીત્રાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ગુનો દાખલ થતા પી પી સોજીત્રા અમરેલી શહેરમાંથી અચાનક ગુમ થઈ ગયા હોય તેવું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે
![લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ અમરેલી જિલ્લા ભાજપના કદાવર નેતા સોજીત્રા સામે થઇ પોલીસ ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-pp-photo-02-pkg-7200745_24032021073849_2403f_1616551729_131.jpg)
આ પણ વાંચોઃ અમરેલી પોલીસ આવાસમાં 12 જેટલા પોલીસકર્મીઓ વીજચોરી કરતા ઝડપાયા
પી.પી સોજીત્રા અમરેલી શહેર અને જિલ્લામાં ઉદ્યોગકાર તરીકે ધરાવે છે ખૂબ મોટી નામના
પી પી સોજીત્રા અમરેલી જિલ્લાના રાજકારણની સાથે ઉદ્યોગકાર તરીકે પણ સમગ્ર જિલ્લામાં ખૂબ મોટી નામના ધરાવે છે તેઓ પાછલા 20 વર્ષથી અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અમરેલી નાગરિક સહકારી બેન્કના સ્થાપક પણ પી પી સોજીત્રાને માનવામાં આવે છે.
![લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ અમરેલી જિલ્લા ભાજપના કદાવર નેતા સોજીત્રા સામે થઇ પોલીસ ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-pp-photo-02-pkg-7200745_24032021073849_2403f_1616551729_665.jpg)
આ પણ વાંચોઃ અમરેલીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા નિવૃત્ત ફોરેસ્ટરની પોલીસે ધરપકડ કરી
પી પી સોજીત્રાના નામે શહેરમાં થિયેટર પણ ચાલી રહ્યું
શહેરમાં હોટેલો અને સોનાના મોટા શો રૂમ પણ સોજીત્રા ધરાવી રહ્યા છે. પી પી સોજીત્રાના નામે શહેરમાં થિયેટર પણ ચાલી રહ્યું છે ત્યારે આર્થિક રીતે ખૂબ સાધન-સંપન્ન સામે લેન્ડ ગ્રેબિગ એક્ટનો ગુણો દાખલ થતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. પોલીસે પી પી સોજીત્રાને શોધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આગામી દિવસોમાં આ જ પ્રકારના ગુન્હા કેટલાક રાજકીય આગેવાનો અને કાર્યકરો સામે થાય તો નવાઇ નહીં.