ETV Bharat / state

અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ - Amreli Additional District Collector

અમરેલી જિલ્લામાં જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 20/5/2021 સુધી સમગ્ર જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ઈસમે શસ્ત્રો, ડંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક હિંસા પોહચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઈપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ અને બૂમો પાડવી નહિ તથા સૂત્રોચાર કરવા નહિ.

વા જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ

author img

By

Published : May 12, 2021, 9:56 AM IST

  • અમરેલી જિલ્લામાં અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું
  • કોઈ પણ ઈસમે શારીરિક હિંસા પોહચાડવા ઉપયોગી વસ્તુ લઇ ઘર બહાર ન નીકળવું
  • લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ

અમરેલી : જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, તારીખ 20/5/2021 સુધી સમગ્ર જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ઈસમે શસ્ત્રો, ડંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક હિંસા પોહચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઈપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ અને બૂમો પાડવી નહિ તથા સૂત્રોચાર કરવા નહિ.

આ પણ વાંચો : સાણંદના નવપુરા અને નિદ્રા ગામે લોકો મંદિરમાં ઉમટ્યા, પોલીસે 23 લોકોની ધરપકડ

તાલુકા મેજિસ્ટ્રેટની પરવાનગી વગર લાઉડસ્પીકર વગાડવાની મનાઈ

જિલ્લામાં સભા અને સરઘસ કાઢવા નહિ. આ સાથે છટાદાર ભાષણો કરવાની તેમજ કોઈના ચિન્હો, નિશાની દેખાડવાની કે તેવા કૃત્યો કરવાની મનાઈ કરેલી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર સભા સરઘસ કાઢવાની તેમજ તાલુકા મેજિસ્ટ્રેટની પરવાનગી વગર લાઉડસ્પીકર વગાડવાની મનાઈ ફરમાવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોરની જંગી સભા યોજાઈ

જાહેરનામાનો ઉલ્લંઘન કરનારની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે
ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમ ગાર્ડ સહિતના તમામ સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓ, અધિકારીને તેમજ શારીરિક અશક્ત હોય એને લાકડી લઈને ફરવું જરૂરી હોય તેમજ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ. જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘનમાં મદદરૂપ થવા વાળા શખ્શ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.