ETV Bharat / state

ટીંબલા ગામની પરણિતાએ 10 મહિનાની પુત્રી સાથે ઝેરી દવા પી મોત વ્હાલુ કર્યું - અમરેલીના સમાચાર

ટીંબલા ગામની પરણિતાએ સાસરિયાના ત્રાસથી મહિલાએ 10 માસની બાળકી સાથે ઝેરી દવાના ટીકળા ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

ટીંબલા ગામની પરણિતાએ 10 મહિનાની પુત્રી સાથે ઝેરી દવા પી મોત વ્હાલુ કર્યું

author img

By

Published : Jun 12, 2021, 7:09 PM IST

  • પરણીતાએ કરી આત્મહત્યા
  • સાસરીયાના ત્રાસથી મહિલાએ ટુંકાવ્યું જીવન
  • 10 માસની બાળકીને પણ આપી ઝેરી દવા

અમરેલી: ટીંબલા ગામે રહેતી એક પરિણિતાને સાસરીયાઓ લાંબા સમયથી અત્યંત ત્રાસ આપતા હોય અને પતિ નશો કરીને મારકૂટ કરતો હોય ત્યારે આ મહિલાએ પોતાની દસ માસની માસૂમ બાળકીને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી ટીકડા ખાઇ લેતા બંનેના મોત નિપજ્યા હતા. ટીંબલા ગામની પરિણિતાને મરી જવા મજબૂર કરવા માટે પોલીસે 3 સાસરીયા સામે ગુનો નોંધ્યો હતો.

પતિ દારૂ પીને માર મારતો હતો
બનાવ અંગે સાવરકુંડલાના ખોડિયાણા ગામે રહેતા મહિલાના પતિ, સાસુ અને દિયર સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં એવું પણ નોંધાવમાં આવ્યું છે કે મૃતકના લગ્ન બાદ છ એક માસ ઘર સંસાર બરાબર ચાલ્યો હતો. બાદમા કાયમ તેનાે પતિ દારૂ પી ઘરે આવતો હતાે અને મારકુટ કરતો હતો. જેથી મહિલા લાંબો સમય સુધી સાસરિયાનો ત્રાસ વેઠતી હતી. તેની સહનશક્તિ ખૂટી જતાં તેણે અનાજમાં નાંખવાના ઝેરી ટિકડા પી મોતને વ્હાલું કર્યું હતું અને પોતાની 10 માસની પુત્રીને પણ ઝેરી ટીકડા પાઈ દીધા હતા. જેના કારણે બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.