અમરેલી: દેશભરમાં લોકડાઉનના 9 દિવસ બાકી છે ત્યારે 9 મિનિટની દિવાળી ઉજવી અમરેલી જિલ્લાના લોકોએ પોતાના ઉત્સાહમા વધારો કર્યો.
9 મિનિટ દિવાળી ઉજવી લોકોએ કોરોના વાઈરસ સામેની લડાઇ લડવા પોતાના ઉત્સાહમાં વધારો કર્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને સારો પ્રતિસાદ મળ્યો હતો.
![9 minutes Diwali celebrated in Amreli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-02-diwaliinamreli-rtu-gj10032_05042020231626_0504f_1586108786_299.jpeg)
દિવડાઓ પ્રગટાવી લોકો દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું કે, કોરોના વાઈરસ સામેની જંગમાં હજૂ હાર્યા નથી અને ભારતવાસીઓ એકજુટ થઈને આ લડાઈ લડવા સક્ષમ છે.