ETV Bharat / state

ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો પર ફરી વળ્યો ટ્રક , 8 વર્ષની બાળકી સહિત 8ના મોતથી અરેરાટી

સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મઘરાત્રે 3 વાગ્યા આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. એ લોકો પર ટ્રક ફરી વળ્યો હતો અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક સાથે 8 લોકોના મોત નીપજ્યા છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યપ્રધાને પણ આ અંગે ટ્વિટ કરી મૃતકોના પરિવારને સાંતવના પાઠવી હતી અને 4 લાખની સહાયની જાહેરાત પણ કરી છે.

accident in Amreli
અમરેલીમાં અકસ્માત
author img

By

Published : Aug 9, 2021, 8:41 AM IST

Updated : Aug 9, 2021, 3:30 PM IST

  • સાવરકુંડલાના બાઢડા ગામ નજીક કરૂણ અક્સ્માત
  • ટ્રકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા થયો અક્સ્માત
  • 8 લોકોના મૃત્યું, અનેકને ઈજા

અમરેલી : જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાત્રે આશરે 2:30 કલાક આસપાસ રેલવે ફાટકની નજીક હોટલ દત પાસે ઝૂંપડાઓ પર એક ટ્રક ઘૂંસી જતા અકસ્માત સર્જાયો હતો..આ ઘટનામાં એક સા થે 8 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે અને 4થી વધુ લોકો સારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો પર ફરી વળ્યો ટ્રક

આ પણ વાંચો- 100થી વધુ પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ, 1નું મોત, 19 ઈજાગ્રસ્ત

બઢડા નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

મહુવા તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ઝૂંપડપટ્ટીઓ તરફ બેકાબુ થયો હતો અને ઊંડા ખાડામાં ખાબકી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી રહેતા લોકો પર ટ્રક ફરી વળતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં 10 થી 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે.

મુખ્યપ્રધાને શોક વ્યક્ત કરી મૃતકોને સહાયની કરી જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.

  • કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
    ૐ શાંતિ...

    — Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા

આ સાથે 12 લોકોને નાની મોટી ઇજા થઇ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે, આ ટ્રક ક્યાંથી આવી હતી ક્યાં જઇ રહી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન ટ્રકના ડ્રાઈવર પરમાર પ્રવિણભાઈ દેવાભાઈની પોલીસ દ્વારા ધરપકડ કરવવામાં આવી છે.

accident in Amreli
અમરેલીમાં અકસ્માત

આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લાગેલી લિફ્ટ ધરાશાયી થતા 6 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત

મૃત્યુ પામેલા લોકોની યાદી

1.વિરમભાઈ છગનભાઇ રાઠોડ

2.નરશીભાઈ વસનભાઈ સાંખલા

3. નવઘણભાઈ વસનભાઈ સાંખલા

4.હેમરાજભાઈ રધાભાઈ સોલંકી

5. લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા

6. સુકનબેન હેમરાજભાઈ સાખલા

7. પૂજાબેન હેમરાજભાઈ સાખલા

8. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ

Last Updated : Aug 9, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.