- રાજુલા ચારનાળા પાસે ટ્રકે બાઇકને અડફેટે લીધું
- રાજુલાના ચોત્રા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
- ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો
અમરેhttps://www.etvbharat.com/gujarati/gujarat/state/surat/a-truck-collided-with-a-bike-near-afwa-village-killing-1-youth/gj20201230185010493લી: રાજુલા-જાફરાબાદને જોડતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ચારનાળા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
મોટર સાયકલ ચાલક રાજુલાથી તેમના ઘરે ચોત્રા ગામ જતો હતો
અકસ્માતમાં રાજુલાના ચારનાળા પાસે ટ્રક હિંડોરણાથી કોવાયા તરફ જતો હતો અને મોટર સાયકલ ચાલક રાજુલાથી તેમના ઘરે ચોત્રા ગામ જતો હતો. મોટર સાયકલ પર પુત્ર અને માતા-પિતા જઇ રહ્યાં હતાં. એ દરમિયાન અચાનક ટ્રકે પાછળથી તેમને અડફેટે લેતાં ત્રણેય વ્યક્તિનાં ઘટનાસ્થળે દર્દનાક મોત થયાં હતા.
આ પણ વાંચો: પોરબંદરના બોખીરામાં ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતિનુ મોત
સ્થાનિક લોકોએ મૃતકોના કાગળ તપાસતાં તેમની ઓળખ થઇ હતી
અકસ્માતની જગ્યાના સ્થાનિક લોકોએ મૃતકોના આધારકાર્ડ વગેરે ચકાસી ઓળખ કરી હતી. આ અકસ્માત બાદ હાઇવે પર જઈ રહેલા વાહનચાલકો અને સ્થાનિક લોકોએ મૃતકોના કાગળ તપાસતાં તેમની ઓળખ થઇ હતી. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં જ પરિવારના ત્રણેય સભ્યનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ મોટી સંખ્યામાં મૃતકોના સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
મૃતદેહો 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા
પોલીસે મૃતક પિતા જગુભાઈ વિનુભાઈ વાઘેલા (ઉ.વ 28) માતા જયશ્રીબેન જગુભાઈ (ઉ.વ 26) અને પુત્ર અલ્પેશ જગુભાઈ (ઉ.વ 2) એમ ત્રણે મૃતકોના મૃતદેહો 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને PM માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: આફવા ગામ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, 1 યુવકનું મોત