અમરેલીઃ કોરોનાની મહામારીએ આખા દેશને ભરડામાં લીધો છે, જ્યારે અમરેલી જિલ્લામા કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસો નોંધાયા છે. હાલ કારોનાની કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 થઇ ગઈ છે. સુરતના વરાછામાંથી આવેલી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા પોસ્કો તળે ગુન્હો નોંધાયેલા ભોગ બનનાર યુવતીને સુરત પોલીસે અમરેલી પોલીસને સોંપી હતી.
કોર્ટમાં રજૂ કરવા દરમિયાન તાવ, શરદી, ઉધરસ જણાતા હોસ્પિટલમાં યુવતીને દાખલ કરાઈ હતી. તો બીજી તરફ જાફરાબાદના ટીંબી ગામના હોમિયોપેથીક ડોક્ટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને ત્રણ દિવસથી તાવ શરદી જણાતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.