ભાવનગરઃ ભાવનગરના ડમીકાને પગલે નોંધાયેલી ફરિયાદમાં 36 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના 36 આરોપી બહાર રહેલા બીપીન ત્રિવેદી નામના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 38 ના શિક્ષકનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ડમીકાંડમાં કેટલાક નામો નહીં જાહેર કરવા માટે યુવરાજસિંહ જાડેજાએ 55 લાખ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસે હવે પૂછતાછ આદરી છે. ભાવનગર એસઓજીના સમન્સ મળ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ વિવાદાસ્પદ ટ્વીટ કરતા ફરી ચર્ચા ફેલાય છે.
-
મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું.
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??
">મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું.
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2023
એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું.
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2023
એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??
જાડેજાએ વિવાદાસ્પદ ટ્વીટ કરતા ફરી ચર્ચાઃ જો કે યુવરાજસિંહ સાથે બીપીન ત્રિવેદીને ઘર જેવા સંબંધ હોવાની પણ સૂત્રોમાંથી વિગત જાણવા મળી હતી. તે પ્રમાણે બીપીન ત્રિવેદીએ યુવરાજસિંહને પોતાના સમાજના કેટલાક લોકોના નામ નહીં લેવા માટે નામ નહીં લેનાર લોકો પાસેથી 55 લાખ મેળવી આપ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે સમન્સ બાદ પણ યુવરાજસિંહે ટ્વીટ કર્યુ છે કે, મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું. એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??
યુવરાજસિંહ સામેના આક્ષેપનો વાયરલ વીડિયો: બીપીન ત્રિવેદીનો વિડીયો ડમીકાંડની એફઆઇઆર નોંધાયા બાદ વાઇરલ થયા પછી સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બીપીન ત્રિવેદી છેલ્લા ત્રણ દિવસથી પોલીસના સકંજામાં હોવાનું માનવામાં આવી રહ્યું હતું. યુવરાજસિંહ જાડેજાને 55 લાખ પ્રેસ કોન્ફરસમાં ડમીકાંડમાં કેટલાક નામો નહિ લેવા માટે લીધા હોવાનો આક્ષેપ બીપીન ત્રિવેદીએ વાયરલ વીડિયોમાં કર્યો હતો. આક્ષેપોના વિડીયોની વચ્ચે ગુજરાતની એટીએસ પણ તપાસમાં જોડાઈ હોવાની ચર્ચા જાગી હતી. બીપીન ત્રિવેદીએ તેના સમાજના કેટલાક લોકો હોય જેનું નામ જાહેર ન કરવા માટે યુવરાજસિંહને જણાવ્યું હતું.
પોલીસ એક્શન: ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ડમીકાંડની 14 તારીખના રોજ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બીપીન ત્રિવેદી નામના શિક્ષકનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ડમીકાંડ અને પગલે જ હોય અને ડમીકાંડ ખોલનાર યુવરાજસિંહ જાડેજા સામે જ આક્ષેપ કરનાર બપીની ત્રિવેદીનો વિડીયો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાએ 55 લાખ લીધા હોવાના આક્ષેપવાળા વિડિયો પછી હવે ધોરણસર ભાવનગર એસઓજી પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને CRPC 160 મુજબ સમન્સ પાઠવ્યું છે.
ભાવનગર DSP કચેરી ખાતે હાજર રહેવા ફરમાન: SOG પોલીસએ સમન્સમાં જણાવ્યું છે કે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં તમારા દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક નામો જાહેર ન કરવાને લઈને નાણાકીય વ્યવહાર થયો હોય જે બાબતને પગલે તમારો પક્ષ મૂકવા માટે 19/4/ 2023 બપોરે 12 કલાકે ભાવનગર DSP કચેરી ખાતે SOG કચેરીએ હાજર રહેવુ. તેમ સમન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.