અમદાવાદ: સાઇબર ક્રાઈમમાં એક યુવતિએ ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યો ઇસમ તેના નામનું બનાવટી ફેસબુક આઈડી બનાવીને તેના મિત્રો સાથે વાતચીત કરે છે. ઉપરાંત આ એકાઉન્ટમાં તેણે તેના ફોટા પણ અપલોડ કર્યા છે. ત્યારબાદ આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ટેકનિકલ સર્વે કરીને સાઇબર ક્રાઇમે ફેક એકાઉન્ટ બનાવનાર હાર્દિક પરીખની સુરતથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે મૂળ સુરતનો રહેવાસી છે.અગાઉ તે ફરિયાદી યુવતિ સાથે શાદી ડોટકોમ દ્વારા સંપર્કમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે મિત્રતા વધી હતી અને જ્યારે યુવકે યુવતિને લગ્ન માટે કીધું ત્યારે યુવતિએ ના પાડી હતી. જેથી ગુસ્સામાં યુવકે યુવતિનું ફેક આઇડી બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.
આ મામલે સાઇબર ક્રાઇમે આરોપી યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે.