નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર પીજી આવેલું છે જેમાં 19 જેટલી મહિલાઓ રહે છે ત્યારે ચાર દિવસ અગાઉ એક યુવક ઘરનો દરવાજો ખોલી અંદર ઘુસી આવ્યો હતો. ત્યા એક મહિલા સુઇ રહી હતી ત્યારે એક યુવક અચાનક ઘરમાં આવે છે અને સુતેલી મહિલા સાથે શારીરિક અડપલા કરે છે. જોકે તે મહિલા સુતી જ રહી હતી અને યુવક સતત મહિલાને અડપલા કરતો રહ્યો હતો.આ દરમિયાન એક યુવતી ઉઠી ત્યારે આ યુવક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ મામલે 4 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે પીજીની યુવતીઓના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે. IPCની કલમ 354-1-A અને 354-2-A અને 452 મુજબ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ગલ્સ PGમાં મોડી રાત્રે એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરીને યુવતીની શારિરીક છેડતી કરી હતી. જેને પગલે સમગ્ર રાજ્યમાં ચર્ચા થઇ રહી છે, ત્યારે ગાંધીનગરથી મહિલા આયોગ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ મોડી રાત્રે વિકૃત માનસુકતા ધરાવનાર વ્યક્તિ ગલ્સ PGમાં પ્રવેશ્યો હતો. યુવતી જ્યારે ભર નિંદ્રામાં હતી ત્યારે તેની સાથે શારિરીર અડપલા કર્યા હતા. આ યુવકે કરેલા શારિરીક અડપલા બાદ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો બહાર આવ્યાં બાદ રાજ્યમાં મહિલા સુરક્ષાની છોતરા ઉડ્યા છે, ત્યારે રાજ્યના ગૃહપ્રધાને સચોટ તપાસના આદેશ આપ્યા છે.
જ્યારે મહિલા આયોગે પણ શહેર પોલીસ કમિશ્નર પાસે લેખિતમાં રિપોર્ટની માંગણી કરી છે. સરકારના આદેશ બાદ પીજી છેડતી મામલાની તપાસ નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસેથી પરત લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી અને બાઇકના નંબર આઘારે વિકૃત આરોપીને ઝડપવાના ચક્રોગતિમાન કર્યા છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને ક્યારે ધરપકડ કરશે તે જેવું રહ્યું?
યુવતીઓની સાથે અન્ય 4 ફ્લેટમાં 80 જેટલી અન્ય યુવતીઓ પણ રહે છે અને આ પીજીમાં 2 સિક્યુરીટી ગાર્ટ પણ છે. છતા પણ યુવક અંદર કઈ રીતે આવ્યો તે એક મોટો સવાલ છે. આ યુવક ક્યા કામથી આવ્યો હતો તે પણ સવાલ થઇ રહ્યો છે.આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.પીજીમાં રહેતી મહિલાઓમાં પણ આ બનાવ બાદ ભયનો માહોલ છે.આ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચ યુવકની શોધખોળ કરી રહી છે.