ETV Bharat / state

કોરોનાથી બચવા ઘર બેઠાં માસ્ક બનાવો, જુઓ સંપુર્ણ રીત...

કોરોના વાયરસથી બચવા માટે ખૂબ ઉપયોગી એવા માસ્ક અને સેનિટાઈઝરની અછત અને વેપારીઓની નફાખોરીથી તમે બચી શકો છો. આ બાબતે માહિતી આપતો જુઓ સંપૂર્ણ વીડિયો..

કોરોનાથી બચવા તમે પણ આ રીતે ઘેર બેઠાં માસ્ક બનાવી શકો છો...

author img

By

Published : Mar 18, 2020, 12:59 PM IST

Updated : Mar 18, 2020, 1:37 PM IST

અમદાવાદઃ કોરોના વાયસરની દહેશત દુનિયાભર જોવા મળી રહી છે અને વાયરસથી બચવા માટે લોકોએ માસ્ક અને સેનિટાઈઝર ઉપયોગ શરૂ કર્યો છે. માસ્ક અને સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગના કારણે બજારમાં તેની અછત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં સામાજિક સંસ્થા દ્વારા ઘેર બેઠા હોમ મેડ માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે. તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માસ્ક અન્ય લોકો પણ બનાવી શકે છે. જુઓ વીડિયો.

ઘર બેઠાં માસ્ક બનાવો, જુઓ સંપુર્ણ રીત...
બજારમાં મેડિકલ સ્ટોર અને અન્ય દુકાનો પર કોરોના વાયરસથી બચવા માટેના માસ્ક બમણા કે તેથી બધારે ભાવે મળી રહ્યાં છે. કેટલીક જગ્યાએ તો સ્ટોક ઉપલ્બ્ધ નથી. જે લોકોને માસ્કની જરૂર છે અને નથી મેળવી શકતા, તેમના માટે ખાનગી સંસ્થા દ્વારા ઘરે માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે. લોકોને વિનામૂલ્યે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઘેર બેઠાં માસ્ક બનાવવાની રીત

ઘેર બેઠાં માસ્ક બનાવવો ખૂબ જ સહેલો છે. જેમાં કોટનના કપડાં, રબર, કપૂર, લવિંગ, અજમો અને સોયદોરાની જરૂર પડે છે. સૌ પ્રથમ કપડાને માસ્ક બનાવવાના આકારમાં કાપવું પડે છે. બાદ તેને એકતરફથી સીવવામાં આવે છે. બીજી તરફથી તેમાં કપૂર, લવિંગ અને અજમો મુકવામાં આવે છે. આ તમામ વસ્તુઓ મૂકીને માસ્કને અન્ય તરફથી પણ સીવી દેવામાં આવે છે. તેના બંને ભાગ પર રબર લગાવીને પહેરી શકાય તે રીતે બનાવવામાં આવે છે. આ રીતે માસ્ક તૈયાર કરી શકાય છે.

રિયુઝેબલ છે આ માસ્ક

માસ્કમાં કપૂર, લવિંગ અને અજમાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ માસ્કની વિશેષતા એ છે કે, આ માસ્કનો માત્ર એકવાર જ નહીં, પરંતુ અનેક વાર ઉપયોગ થઈ શકે છે. માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેને એક તરફથી સિલાઈ ખોલી અંદર મુકેલ વસ્તુ બહાર કાઢી ગરમ પાણીમાં ધોઈ દેવું, જેથી તેમાં રહેલા જીવાણુ મરી જાય અને ફરીથી માસ્કમાં નવું કપૂર, અજમો અને લવિંગ મૂકીને સિલાઈ કરી દેવી જોઈએ. આમ માસ્કનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

10000 માસ્ક વહેંચશે એક ખાનગી સંસ્થા

અમદાવાદમાં ખાનગી સંસ્થા દ્વારા 10,000 જેટલા માસ્ક બનાવીને વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંથી 5000 જેટલા માસ્ક તો વહેંચી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 5000 રોજેરોજ બનાવીને વિતરણ કરવામાં આવશે.

Last Updated : Mar 18, 2020, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.