ETV Bharat / state

ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે - BJP state office 'Kamalam'

ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે

author img

By

Published : Dec 10, 2020, 6:57 AM IST

  • પ્રદેશ ભાજપની 12 અને 13 ડિસેમ્બરના રોજ ચિંતન બેઠક
  • ભાજપમાં સમયાંતરે ચિંતન બેઠક યોજવાની છે, પરંપરા
  • કોરોનાને કારણે રદ્દ થઈ હતી ભાજપની ચિંતન બેઠક

અમદાવાદઃ આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠક 12 ડિસેમ્બર, શનિવારે સાંજથી શરૂ થશે.

ચિંતન બેઠકમાં ભાજપના મહત્વના નેતાઓ ઉપસ્થિત રહેશે

આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ચિંતન બેઠકમાં ચર્ચાઈ શકે છે આ મુદ્દા

વર્તમાનમાં સમગ્ર ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ અને શહેરો માટે ભાજપની પેજ કમિટીઓ અને નવા સંગઠન માલખાનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત ગુજરાતના મોટા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નજીકમાં છે. બીજી તરફ અમદાવાદ શહેરનું સંગઠન માળખું જાહેર કરવાનું બાકી છે, ત્યારે આ મુદ્દાઓને લઈને રાજ્યના ભાજપના ઉચ્ચ મોવડી મંડળમાં ચર્ચા થઇ શકે છે.

કોરોનાને કારણે રદ્દ થઈ હતી બેઠક

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ કોરોના વાઇરસના વધતા સંક્રમણને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. જેમાં ચિંતન બેઠક પણ રદ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.