અમદાવાદ: હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો શ્રાવણ મહિનાને ગણવામાં આવે છે. આ મહિનામાં હિન્દુ ધર્મના મહત્વના તહેવારો પણ આવતા હોય છે. અને આ મહિનામાં ભગવાન શંકરની ભક્તિ કરવામાં આવે છે. મોટાભાગના ભક્તો ભગવાન શંકરના દર્શન કરવા માટે કેદારનાથ બદ્રીનાથ, રામેશ્વર જેવા ધાર્મિક સ્થળોએ જતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં પહેલી વખત બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
"અમદાવાદમાં પહેલી વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અનેક લોકો છે કે જે ચારધામની યાત્રા કે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકતા નથી. જેથી અમદાવાદ શહેરના લોકો પોતાના જ શહેરમાં રહીને બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરી શકે તે માટે પહેલી વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ભારે ઉત્સાહભેર પણ ભગવાન ભોળાનાથના દર્શન કરી રહ્યા છે."-- લાલેશ ઠક્કર, (આયોજક)
બાર જ્યોતિર્લિંગનું દર્શન: સમગ્ર રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે બાબા અમરનાથના દર્શન પણ હવે અમદાવાદમાં થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ગોતા પાસે આવેલ એક રિસોર્ટમાં એક નવતર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પવિત્ર અમરનાથ ચારધામની યાત્રા અને બાર જ્યોતિર્લિંગનું દર્શન એક જ જગ્યાએ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવારના 8:00 થી રાતના 10:00 વાગ્યા સુધી દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન છે.
"અમે 70 થી 80 મહિલા મંડળનું એક ગ્રુપ શ્રાવણ માસ હોવાને કારણે અમદાવાદ શહેરના વિવિધ મંદિરોના દર્શન કરવા માટે નીકળ્યા છીએ. ત્યારે આજે અહીંયા દર્શનનો લાભ લીધો ઉંમર હોવાને કારણે હજારો રૂપિયા ખર્ચ કરીને કેદારનાથ કે બદ્રીનાથ જઈ શકતા નથી. પરંતુ અહીંયા બાર જ્યોતિર્લિંગ અને ચાર યાત્રાધામના અહીંયા દર્શન કરીને બદ્રીનાથ કેદારનાથ જઈને દર્શન કર્યા હોય તેવો અનુભવ લીધો છે."-- સરોજબેન વાણીયા, (શ્રદ્ધાળુ)
રમતગમતની પ્રવૃત્તિ: આ રિસોર્ટમાં કરવામાં આવેલ અમરનાથમાં રોજની 20 જેટલી બરફની પ્લેટ મૂકવામાં આવે છે. જેમાં બરફનું શિવલિંગ અને જે પણ શ્રદ્ધાળુ આવે છે. તેને બરફની પ્લેટ ઉપરથી ચાલવાનું રહેશે. હાલમાં રોજ 1500 થી 2000 જેટલા લોકો દર્શન કરી રહ્યા છે. પરંતુ રવિવારના દિવસે રજા હોવાના કારણે અંદાજે 2500 થી 3000 લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન આવતા દર સોમવારે મહા આરતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો માટે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીંયા ખાસ કરીને ખાવા પીવાના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેથી અહીંયા દર્શનથી આવતા લોકો ભોજન અને નાસ્તો પણ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Shrawan 2023: કૈલાશપતિને કેનવાસ પર ઉતાર્યા, તમામ જ્યોતિર્લિંગ ચિત્રરૂપે તૈયાર કરતો ભુજનો કલાકારSomnath Mahadev Temple : શ્રાવણમાં મહાદેવના દર્શન સાથે સોમનાથ ચોપાટીનો આનંદ લેતા પર્યટકો