અમદાવાદ: ગુજરાતના સાહિત્ય જગત તેમજ પત્રકાર જગતની અંદર ખૂબ મોટું નામ ધરાવતા અચ્યુત યાજ્ઞિકે આજે તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો છે. તેમણે તેમના જીવનમાં અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો.પોતાની કલમથી પત્રકારત્વમાં લોકોના પ્રશ્નોને વાચા આપી હતી. માત્ર પત્રકાર તરીકે નહીં પરંતુ એક સમાજસેવક તરીકે પણ ખૂબ ઉમદા કામો કર્યા હતાં. ત્યારે આજે વહેલી સવારે 78 વર્ષની ઉંમરે હાર્ટ ફેઈલ થતા તેમનું અવસાન થતાં સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.
અચ્યુતભાઈની ઉંમર 78 હતી. તેમનું અવસાન હાર્ટ ફેઈલ થઈ જવાને કારણે થયું છે. તેઓ પત્ની અને દીકરાને વિલાપ કરતાં છોડી ગયા છે. જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમના પુત્ર છે. - મનીષી જાની, અચ્યુત યાજ્ઞિકના નાના ભાઈ
અચ્યુતભાઈ સાથે મારો પરિચય 1961-62ની આસપાસ થયો હતો. તેઓ ખૂબ નવું વાંચતા હતા, તેમની પાસે દ્રષ્ટિ નવી હતી. અમારા ચર્ચા મંડળમાં સક્રિય હતા. તેમના પ્રોગ્રેસિવ વિચારો હતો. તેઓ દિલ્હીમાં રામમનોહર લોહિયાના સંપર્કમાં હતા. તેઓ ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીના ગુજરાત સંવાદદાતા તરીકે કામ કર્યું અને તેઓ લેખ પણ નિયમિત લખતા હતા. તેઓ દૈનિક પત્રકારત્વમાં બહાર નીકળ્યા પછી સેતુ સંસ્થાપક દ્વારા અનેક પ્રકાશનો કર્યા હતા. દિલ્હીમાં સેન્ટર ફોર ધ સ્ટડી ડેવલપિંગ સોસાયટીઝના ગુજરાત સંયોજક હતા. તેમજ પીયુસીએલના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. અચ્યુતભાઈ બોદ્ધિક લાઈફ જીવી ગયા છે. - પ્રકાશ ન. શાહ, લેખક
દલિત આંદોલનોમાં સક્રિય ભાગ લીધો: યાજ્ઞિક ગુજરાતીના એક સારા લેખક હતા.અનેક લોકોને ગ્રામીણ વિસ્તારમાં જઈ ઇન્ટરશીપ માટે પ્રોત્સાહિત કરતા હતા. તેઓ ગામડાઓને કઈ રીતના આગળ લાવી શકાય તેના વિશે વાતો કરતા હતા. તેના પરથી તેમની ગ્રામ ઉત્થાપનની ભાવના સમજી શકાય છે. તેમણે અનેક આંદોલનો ખાસ કરીને દલિત આંદોલનોમાં પણ સક્રિય ભાગ લીધો હતો. પ્રગતિશીલ ચળવળોમાં પણ તેમની હાજરી અચૂક પ્રમાણમાં જોવા મળતી હતી.
અનેક પુસ્તકો લખ્યા: અચ્યુત યાજ્ઞિક એક પ્રસિદ્ધ ચિંતક લેખક તેમજ વીઝીટીંગના સદસ્ય તેમજ એક પત્રકાર હતા. તેઓ અલગ અલગ જન આંદોલનના કાર્યકર્તાઓ પણ હતા. તેમણે પોતાના જીવનમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં અનેક પુસ્તકો પણ લખ્યા છે. ક્રિએટીંગ એ નેશનનાલિટી રામજન્મભૂમિ મુવમેન્ટ એન્ડ ફીયર ઓફ સેલ્ફ તેમજ ધ મેકિંગ ઓફ મોર્ડન ગુજરાતના લેખક પણ રહ્યા છે. આ ઉપરાંત 1986 થી 1987 જાપાનના ટોકીઓમાં સંયુક્ત વિશ્વવિદ્યાલયમાં સલાહકાર હતા. તેમણે કોલંબિયા, શિકાગો તથા બર્લીન વિશ્વવિદ્યાલયોમાં વ્યાખ્યાન આપેલા હતા.
ઓફિસ જાણે તપસ્યાનો આશ્રમ: 1970ના દાયકાથી જ તેઓ પત્રકારમાં જોડાયા હતા. કોઈપણ વ્યક્તિ ગુજરાતને સમજવા રિપોર્ટ કરવા અથવા તો સંશોધન કરવું હોય તો ફરજિયાત પ્રમાણે તેમણે અચ્યુત યાજ્ઞિકની મુલાકાત લેવી પડતી હતી. નવનિર્માણ ચળવળ, 1981ના અનામત વિરોધ રમખાણ, 1985માં નર્મદા ડેમની વિરોધની ચળવળ, અયોધ્યા હિંસા, 2002 હત્યાકાંડ જેવા સમયમાં કટાર લેખક તરીકે તેમણે આંતરદ્રષ્ટિને સમૃદ્ધ બનાવી અને સંશોધકો વધુ પાછો આવ્યા હતા. રાજ્યના રાજકીય લેન્ડસ્કેપ તેમજ તેના સમાજના જુસ્સાઓ અને પૂર્વ ગૃહ વિશે માહિતી વિગતો ટુચકાઓ ડેટાઓ તેમની પાસે આંતરદ્રષ્ટિનો એક ખૂબ જ મોટો ભંડાર હતો. કોમર્સ કોલેજ ચાર રસ્તા પાસે તેમની ઓફિસ તો તેમની તપસ્યાનો આશ્રમ જેવું લાગતું હતું.