ETV Bharat / state

World Sparrow Day : જાણો શા માટે આજના દિવસે ઉજવવામાં આવે છે 'વિશ્વ ચકલી દિવસ' - Sparrow Day

દર વર્ષે 20મી માર્ચને 'વિશ્વ ચકલી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ચકલીની પ્રજાતિ સમય જતા લુપ્ત થતી જાય છે, જેના જોખમને નાથવા તથા તેના બચાવ અંગેની લોકજાગૃતિના હેતુ સાથે આ દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

World Sparrow Day : જાણો શા માટે આજના દિવસે ઉજવવામાં આવે છે 'વિશ્વ ચકલી દિવસ'

author img

By

Published : Mar 20, 2023, 7:39 AM IST

અમદાવાદ : ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે, ત્યારે 20 માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

આજે વિશ્વ ચકલી દીવસ : એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ 'વિશ્વ ચકલી દીવસ'ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે.

ચકલીની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ : એક હતી ચકી એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો બંનેએ રાંધી ખીચડી આ ચકા ચકીની સરસ મજાની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ છે. આજે ચકલીઓ પોતાના અસ્તિત્વ સામે ઘરઆંગણે અને વૃક્ષો ઉપર ચી. ચી. ચી. કરનારી ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે આવીને ઊભી છે.

આ પણ વાંચો : World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને બચાવવા ભુજની સંસ્થા આવી આગળ, અનેક ગામડાઓમાં રાખ્યા ચકલીઘર

પાછલાં કેટલાક વર્ષોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા : પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને ચણ મળતી નથી. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો : World Sparrow Day: ભાવનગરના રાજુભાઈનો અનોખો ચકલી પ્રેમ, વિખૂટા પડેલા ચકલીના બચ્ચાંની રાખે છે સંભાળ

ચકલી વધારે તાપમાન સહન નથી કરી શકતી : ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.