ETV Bharat / state

World Sleep Day 2023: ઊંઘ પુરી ન થવાથી શરીરને થાય છે અનેક નુકશાન - World Sleep Day

તંદુરસ્ત જીવન માટે ખોરાક અને સમયસર આરામ ખુબ જ મહત્વનો હોય છે. જો સમયસર આરામ શરીર ન લઈ શકે તો તેના ઘણાં નુકસાન કારક પાસાંઓ થાય છે. ત્યારે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા 1264 લોકો પર ઊંઘને લઈને સર્વે કરાયો હતો. જેમાં 27.90 ટકા લોકો ઊંઘની સમસ્યાઓ અનુભવે છે. શું હોય શકે છે કારણ જૂઓ.

World Sleep Day 2023 : ઊંઘ પુરી ન થવાથી શરીરને થાય છે અનેક નુકશાન

author img

By

Published : Mar 17, 2023, 4:01 PM IST

રાજકોટ : આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ આહાર અને કસરત જીવન માટે સારું છે. તે સાથે પૂરતી ઊંઘ લેવી એ શરીર માટે મહત્વનો મુદ્દો છે. ઊંઘની માત્રા, ગુણવત્તા જાગતી વખતે સતર્કતા જાળવવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે છતાં, પુખ્ત વ્યક્તિએ આઠ કલાકની ઊંઘ દિવસમાં લેવી જોઈએ. જ્યારે 8 કલાકથી વધુ ઊંઘની બાળકોને જરૂર હોય છે.

1264 લોકો પર ઊંધનો સર્વે : આજકાલ વિવિધ કારણોસર ઘણા લોકોને પૂરતી ઊંઘ મળતી નથી. તેઓ ધણા લાંબા સમય સુધી ઊંઘથી વંચિત રહે છે. તો બીજી તરફ કેટલાક લોકો નાર્કોલેપ્સી અને અન્ય રોગો જેવી ઊંઘની વિકૃતિઓથી પીડાય છે. સામાન્ય રીતે, ઊંઘની પેટર્ન ઘણા કારણથી બગડતી હોય છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ દ્વારા 1264 (620 પુરુષ અને 644 મહિલાઓ) લોકો પર કરેલ સર્વેના આધારે કહી શકાય કે 27.90 ટકા લોકો ઊંઘની સમસ્યાઓ અનુભવે છે.

ઊંઘની સમસ્યાનું કારણ : 21 ટકા પુરુષોને કોઈને કોઈ નીંદર સંદર્ભે સમસ્યાઓ છે. 36 ટકા સ્ત્રીઓને નિંદરની સમસ્યાઓ અનુભવે છે. 36.90 ટકા પુરુષોએ કહ્યું કે, નીંદરની સમસ્યા માટે વ્યસન સ્ટ્રેસ જવાબદાર છે. 45 ટકા સ્ત્રીઓએ કબૂલ્યું કે આવેગિક સમસ્યાઓ, ઘર કંકાસ નિંદરની સમસ્યા માટે જવાબદાર. કોરોના પછી નિંદરની સમસ્યાઓ વધી છે એવું 36 ટકા લોકોએ જણાવ્યું. જુદીજુદી ચિંતાથી નિંદર નથી આવતી એવું 21 ટકા લોકોએ જણાવ્યું અને ઘર કુટુંબની ચિંતાને કારણે 34.65 ટકા લોકોને ઊંઘની સમસ્યા અનુભવાય છે.

આ પણ વાંચો : ઊંઘને આપો ​​સર્વોચ્ચ પ્રાથમિકતા: જાણો સારી ઊંઘ કેવી રીતે આવી શકશે

ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો : તણાવપૂર્ણ જીવન, કૌટુંબિક જવાબદારીઓ વ્યસ્ત જીવન, આંતરસ્ત્રાવીય, હતાશા, ચિંતા, થાક અને બેચેની ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો હોય શકે છે.

સ્લીપ ડિસઓર્ડરના લક્ષણો : ઊંઘમાં મુશ્કેલી, દિવસભરનો થાક, દિવસ દરમિયાન ઊંઘવાની તીવ્ર ઇચ્છા, અસામાન્ય શ્વાસની પેટર્ન, સૂતી વખતે અસામાન્ય હલનચલન અથવા અન્ય અનુભવો, ચીડિયાપણું અથવા ચિંતા, કાર્ય કરવાના સ્થળે નબળું પ્રદર્શન, ધ્યાનનો અભાવ, હતાશા અને વજન વધવું સ્લીપ ડિસઓર્ડરના લક્ષણો હોય શકે છે.

આ પણ વાંચો : World Sleep Day 2023 : ઊંઘનું મહત્વ સમજવા વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી, જાણો કેટલી ઊંઘ છે જરુરી

પ્રકારો

અનિદ્રા : વ્યક્તિને ઊંઘવામાં અથવા આખી રાત ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.

રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ : ઊંઘમાં થોડી હલચલ કરવાની આ સ્થિતિ છે. જ્યારે વ્યક્તિ સૂવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને પગ સતત હલાવવો જરૂરી લાગે છે.

નાર્કોલેપ્સી : આ સ્થિતિમાં વ્યક્તિને દિવસ દરમિયાન ઊંઘવાનું મન થાય છે અને અચાનક ઊંઘ આવી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.