ETV Bharat / state

World Gujarati Talent Honor Ceremony : અમદાવાદમાં વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભનું આયોજન, સરદાર પટેલ પર પુસ્તક લખનારનું સન્માન

અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યની ઉપસ્થિતિમાં વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભનું(World Gujarati Talent Honor Ceremony) આયોજન કરવામાં આવ્યું હતું.

World Gujarati Talent Honor Ceremony :  અમદાવાદમાં વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભનું આયોજન, સરદાર પટેલ પર પુસ્તક લખનારનું સન્માન
World Gujarati Talent Honor Ceremony : અમદાવાદમાં વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભનું આયોજન, સરદાર પટેલ પર પુસ્તક લખનારનું સન્માન
author img

By

Published : Dec 27, 2021, 9:58 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યની ઉપસ્થિતિમાં વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભનું(World Gujarati Talent Honor Ceremony) આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સરદાર પટેલના ઇતિહાસ જેમણે ઉંડાણ પુર્વક સંશોધન કરી પુસ્તક લખ્યું તેમનું વિવિધ એવોર્ડથી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સંશોધન કરનારને પુરસ્કાર સાથે ચેક દ્રારા રકમ પણ આપવામાં આવી હતી.

વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભ

કોને અપાયા એવોર્ડ

વિશ્વ ગુજરાતી સમાજની(World Gujarati Society) છેલ્લા 30 વર્ષથી સેવા કરનાર પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંત વખારિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરી કે, જેમણે સરદાર પટેલના ઇતિહાસ પર પુસ્તક(Sardar Patel Historical Book) લખ્યું છે, તેમનું સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડથી(Sardar Vallabhbhai Patel World Talent Award) સન્માન કરવામાં આવ્યું હતું. સુરતના રહેવાસી પદ્મશ્રી મથુર સવાણીનું કાનજીભાઇ દેસાઇ ગુજરાત પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. કોરોના વોરિયર્સ સૌ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ વતી ડૉક્ટર આરકે પટેલનું વિશિષ્ટ કામગીરી માટે તેમજ દિલ્હી ગુજરાતી સમાજને શ્રેષ્ઠ ગુજરાતી સમાજનો(Vishwa Gujarati Honors Ceremony) એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સરદાર પર સંશોધન માટે એવોર્ડની રકમ રિઝવાન કાદરીને અપાઈ

અમદાવાદના વિખ્યાત ઇતિહાસકાર રિઝવાન કાદરીને સરદાર પટેલ પર ઐતિહાસિક પુસ્તક(Rizwan Qadri book written by Sardar Patel) લખવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથે જ અઢી લાખની રકમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત મથુર સવાણી અને દિલ્હી ગુજરાતી સમાજને એક-એક લાખની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ આ બંને મહાનુભાવોએ પોતાના મળેલી રકમ ડૉક્ટર રિઝવાન કાદરીને સરદાર પટેલના જીવન ઉપર વધુ સંશોધન કરવા આપી દીધી હતી. સાથે જ રિઝવાન કાદરી જણાવ્યું હતું કે, તેમણે સરદાર પટેલ ઉપર સંશોધન કર્યું છે. તેમાં તેમના ગુરુનો મોટો ફાળો છે. આ પુસ્તક લખવામાં સ્વામિનારાયણ સંસ્થાનાં સંતોની પ્રેરણા મળી છે અને આ પુસ્તક તેમના સહયોગથી છપાયુ છે.

વિશ્વ ગુજરાતી સમાજના વિસ્તરણની તૈયારી

વિશ્વના 120 દેશોમાં વિસ્તરેલા વિશ્વ ગુજરાતી સમાજને(Vishwa Gujarati Samaj) હવે ગ્રામીણ કક્ષાએ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. તેના માટે દરેક ગામમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાન પ્રતિનિધિઓનું સંગઠન ઉભુ કરાશે. આ ઉપરાંત એક એપ પણ લોન્ચ કરાશે, જેમાં વિશ્વમાં ગુજરાતીઓ માટે ગુજરાતી સમાજના સંસ્થાનો ક્યાં-ક્યાં છે. તેમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, વગેરે જાણકારી મળશે.

આ પણ વાંચોઃ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કારઃ કેન્દ્ર સરકારની એક નવી શરૂઆત...

આ પણ વાંચોઃ સાબરકાંઠાની આસ્થાએ કરાટેમાં મેળવ્યો જુનિયર સરદાર પટેલ એવોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.