અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી વિશ્વ કપ 2023 ની શરૂઆત થઈ રહી છે. ત્યારે પ્રથમ મેચ ન્યૂ ઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવનાર છે. આ મેચમાં વહેલી સવારથી જ ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ધસારો જોવા મળ્યો હતો, ત્યારે ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડથી લોકો મેચ જોવા અને ઇંગ્લેન્ડ ટીમને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યારે ઇંગ્લેન્ડથી આવેલ ક્રિકેટ રસિકોએ ઈટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જ્યારે ખાસ વાતચીત બાદ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ફાઇનલ થાય તે માટે ચીયર અપ ઇંગ્લેન્ડના રહીશોએ કર્યું હતું.
ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાને ફાઇનલમાં જોવા છે : ઇંગ્લેન્ડથી આવેલ ટીમે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડની વર્લ્ડકપની પ્રથમ મેચ છે. ત્યારે અમે ઇંગ્લેન્ડ ટીમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છીએ. આ મેચ નહીં પરંતુ સંપૂર્ણ ટુર્નામેન્ટ ટીમ અમારી ઇંગ્લેન્ડ ટીમને શુભેચ્છાઓ છે. જ્યારે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ અમે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાને જોવા માંગીએ છીએ. કારણકે વર્લ્ડ કપ 2023 માં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વર્લ્ડ કપના પ્રબળ દાવેદાર છે.
વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડ જ જીતશે તેવી આશા ટોમે ઈટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું ખાસ વર્લ્ડ કપ 2023 ને લાઈવ નિહાળવા માટે જ ઇન્ડિયામાં આવ્યો છે અને ઇંગ્લેન્ડની તમામ મેચમાં અમે જઈશું. અમે દોઢ મહિનો ભારતમાં રોકાણ કરીશું અને આ વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડ જ જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. તો ભારત માટે અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેે ભારત મારો ફેવરિટ દેશ છે. અહીંના લોકો, હોસ્પિટાલિટી અને ફૂડ તેઓને ખૂબ જ પસંદ આવ્યું હોવાનું વાત પણ ઇંગ્લેન્ડના નાગરિક ટોમે કરી હતી.