ETV Bharat / state

World Cup Match Ahmedabad: 5મીએ અમદાવાદમાં મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતા રસ્તાઓ ડાયવર્ટ, વૈકલ્પિક રસ્તાઓ જાહેર - ડીસીપી પશ્ચિમ નીતા દેસાઈ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપ 2023 અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ડીસીપી પશ્ચિમ નીતા દેસાઈ દ્વારા સ્ટેડિયમ તરફ જવાઆવવાના બંધ રસ્તા અને ડાયવર્ઝન અંગે માહિતી આપવામાં આવી હતી.

World Cup Match Ahmedabad: 5મીએ અમદાવાદમાં મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતા રસ્તાઓ ડાયવર્ટ, વૈકલ્પિક રસ્તાઓ જાહેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 4:09 PM IST

ડાયવર્ઝન અંગે માહિતી

અમદાવાદ : અમદાવાદમાં વર્લ્ડ કપ મેચને લઇને અનેક રસ્તા બંધ રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતા રસ્તાઓને ડાયવર્ઝન અપાયું છે. જેને લઇને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રસ્તાઓની માહિતી આપવામાં આવી છે.

જાહેરનામું બહાર પાડ્યું : શુક્રવાર પાંચમી ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. પાંચમી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં પ્રથમ મેચ રમાવવાની છે. કુલ પાંચ મેચો અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. જેને લઈ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેચના દિવસો દરમિયાન રોડ બંધ રહેવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ : આ જાહેરનામું મેચના દિવસોમાં મેચના સમય સુધી અમુક કલાકો માટે અમલમાં રહેશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 4 નવેમ્બર, 10 નવેમ્બરે અને 19 નવેમ્બરના રોજ ફાઈનલ મેચ યોજાવાની છે. અમદાવાદમાં ભારત-પાકિસ્તાન સહિત પાંચ જેટલી મેચ રમાવાની છે.

વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા : આ દરમિયાન મેચમાં લોકોનો ખૂબ ધસારો પણ રહેશે. જોકે, લોકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના કેટલાક માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં ફાઈનલ મેચ સહિતની પાંચ મેચો ડે નાઈટ રમાવવાની છે. આ દિવસો દરમિયાન બપોરના 2 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ રસ્તા પરથી લોકો ચાલીને જ જઈ શકશે.

આ પણ જાણી લો : વૈકલ્પિક માર્ગમાં તપોવન સર્કલથી ONGC સર્કલ થઈ વિસતથી જનપથ થઈ સુભાષ બ્રિજ તરફ જઈ શકાશે. જ્યારે સુભાષ બ્રિજ તરફથી આવી જનપથથી વિસત થઈ ઓએનજીસી સર્કલ તરફ જઈ શકાશે. સ્ટેડિયમ રોડ વિસ્તારમાં અંદરના રસ્તેથી અવરજવર કરવી હોય તો કૃપા રેસિડેન્સી શરણમ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વરના માર્ગ પરથી અવરજવર કરી શકાશે.

  1. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટન ડેની ઉજવણી, તમામ ટીમના કેપ્ટનની ફોટો સેશન સેરેમની યોજાશે
  2. Cricket World cup 2023: આ છે વર્લ્ડ કપના ઈતિહાસના ટોપ 5 કેચ, જેને જોઈને તમે ચોંકી જશો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.