ETV Bharat / state

Women Empowerment Center : ગુજરાતનું પ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર શરુ, શું થશે કામગીરી જાણો - કે કે નિરાલા આઈએએસ

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર શરુ થઇ ગયું છે. જેનું ઉદ્ઘાટન પણ નિરાળી રીતે જ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ કચેરી અમદાવાદમાં ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન DHEWમાં શું કરવામાં આવશે જોઇએ.

Women Empowerment Center : ગુજરાતનું પ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર શરુ, શું થશે કામગીરી જાણો

author img

By

Published : Apr 1, 2023, 5:59 PM IST

અમદાવાદઃ મહિલા સશક્ત હશે તો સમાજ અને દેશ પણ સશક્ત બનશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ બાબતનું મહત્ત્વ જાણતી ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ મુદ્દે આજે મહત્ત્વનું કદમ માંડવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ કચેરી અમદાવાદમાં ખાતે DHEW એટલે કે ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનનો આજથી શુભારંભ થઇ ગયો છે.

શું થશે કામગીરી : અમદાવાદમાં શરુ થયેલ ગુજરાતનું પ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર કઇ કામગીરી કરશે તે જોઇએ. આ કેન્દ્રમાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓ માટેની યોજનાઓનું જિલ્લાસ્તરે નિયમન થશે. તેમ જ અહીં યોજનાઓનું સંચાલન અને ડેટાનું એકત્રીકરણ DHEW ટીમ થકી કરવામાં આવશે.

આ પણ વાંચો વડોદરામાં રાષ્ટ્રીય ડાક સપ્તાહ હેઠળ વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી, પોસ્ટની સ્મોલ સેવિંગ એકાઉન્ટ સ્કીમોની જાણકારી મેળવો

કેન્દ્ર શરુ કરવાનો હેતુ : ભારત દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.સમયની માગ પ્રમાણે કેન્દ્રની અને રાજ્ય સરકારની મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણની પહેલનો લાભ મહિલાઓને મળે તે પણ જોવાનું હોય છે. ત્યારે રાજ્યના દરેક જિલ્લાને સ્પર્શે તે હેતુથી રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદમાં કાર્યરત કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન પણ નિરાળી રીતે જ કરવામાં આવ્યું
ઉદ્ઘાટન પણ નિરાળી રીતે જ કરવામાં આવ્યું

ઉદ્ઘાટન પણ નિરાળી રીતે : ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનનો આજથી શુભારંભ સમયે તેનું ઉદ્ઘાટન પણ અલગ રીતે કરવામાં આવ્યું છે. કોઇ નેતાના બદલે મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્યાન્વિત થનાર આ કેન્દ્રનું ઉદ્ઘાટન જિલ્લાના વિધવા લાભાર્થી બહેનો તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

કઇ કઇ યોજનાનું સંચાલન : આ કેન્દ્રમાં કઇ કઇ યોજનાઓનું સંચાલન કે કે નિરાલા આઈએએસ સચિવ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગુજરાતના માર્ગદર્શનમાં તૈયાર થયેલ આ કેન્દ્ર દ્વારા મહિલા સશક્તિકરણને સ્પર્શતી તમામ સરકારી યોજનાઓ અને લાભોનું નિયમન કરવામાં આવશે. DHEW દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે મળતી બેટી બચાઓ બેટી પઢાઓ યોજના સખી વન સ્ટોપ સેન્ટર સ્વધાર યોજના ઉજ્જવલા યોજના અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન સહિતની યોજનાઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયમન કરવામાં આવશે.

આ પણ વાંચો Women Empowerment in Tapi : કોની મદદથી આ ગામની 15થી વધુ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર?

પ્રશિક્ષણ કામગીરી : આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ કચેરી અમદાવાદના નોડલ ઓફિસર શૈલેશ અંબારીયાએ જણાવ્યું હતું કે જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાએ મહિલાઓને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવાની તાલીમ, ગર્ભપાત અટકાવવા માટેની ઝુંબેશ તેમજ સ્વરોજગાર ક્ષેત્રે પ્રશિક્ષિત કરવામાં આવશે. ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી દરેક મહિલા સશક્ત, શિક્ષિત અને આત્મનિર્ભર બને એવા હેતુથી ભવિષ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની DHEW સ્થાપના કરવામાં આવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.