ઉસ્માનપુરા ખાતે આવેલ સુખસાગર કોમ્પ્લેક્ષમાં ગાયત્રી કોમ્યુનિકેશનમાં સેલ્સ એક્ઝ્યુકિટિવ તરીકે નોકરી કરતી પરણિતા પર તેની ઓફિસના બોસ ઓફિસ બાદના સમયમાં ચાર્જર,ચાવી અને અન્ય વસ્તુ લઇ જવાનું કહી બળજબરી પૂર્વક સબંધ બાંધ્યા હતા.
ક્રેડિટ કાર્ડની માહિતી આપી ક્રેડિટ કાર્ડ વેચવાનું કામ કરતો મુકેશ રાજપૂતના ત્યાં પરણિતા અગાઉ નોકરી કરતી હતી. પરંતુ માલિક મુકેશ રાજપૂતએ પગાર ના આપતા પતિની ઓફિસથી બેસીને કામ કરતી ,જોકે પરણિતા અને મુકેશ રાજપૂત અને તેના પતિ વચ્ચે થયેલી વાતચીત બાદ ફરીથી ગાયત્રી કોમ્યુનિકેશનમા પરણિતા જોડાઈ હતી અને બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાધવાનો સિલસિલો શરૂ થયો હતો.
આરોપીએ આ ઘટનાની કોઈને જાણ કરે તો મારી નાખવાની ધમકી આપી હતી.આ સિલસિલો ત્યારબાદ યથાવત રહ્યો હતો. આરોપી ફરીથી ઓફિસ બાદના સમયે પરણિતાને ફોન કરીને પોતે ચાર્જર ભૂલી ગયો હોવાનું કહીને બોલાવતો. પરણિત મહિલાએ સિક્યુરિટી ગાર્ડ પાસે મોકલાવાનું કહ્યું હતુ.. જેને લઈને મુકેશ રાજપૂતે પરણિતાને ધમકી આપી હતી કે તે ઉપર નહિ આવે તો તેની સાથેના શારીરિક સબંધનો વિડિઓ કલીપ વાઇરલ કરી અને અને તેના પતિ ને બતાવી દેવાની ધમકી આપી હતી.
પરણિતા પતિને જાણ કરી દેશે તેવા ડરથી ઓફિસ પહોંચી હતી. શારીરિક સબંધ બાંધેલ અને ત્યારબાદ અવરનવાર પરણિતા સાથે આરોપી મુકેશ શારીરિક અડપલા કરતો હતો. આરોપી સામે પીડિતા મહિલાની ફરિયાદને લઈને વાડજ પોલીસે આરોપી મુકેશની ધરપકડ કરી છે. આરોપી મુકેશ ને ત્યાં અન્ય મહિલાઓ પણ કામ કરે છે, ત્યાર્રે અન્ય મહિલા ઓ ભોગ બની છે કેમ તેતે લઈને વાડજ પોલીસ અન્ય મહિલાઓ ના નિવેદન લઈને તપાસ હાથ ધરી છે.