ETV Bharat / state

અમદાવાદમાં લોકડાઉન શરૂ થતાં શહેરમાં ગુનાઓનું પ્રમાણ ઘટ્યું - અમદાવાદ સમાચાર

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નજીવી તકારરે પણ હવે લોકો ગુનાને અંજામ આપી દેતા હોય છે. ત્યારે આશ્ચર્યજનક વાત એ છે કે લોકડાઉન શરૂ થયું ત્યારે 3 મહિના સુધી શહેરમાં ગુનાનું પ્રમાણ ઘટ્યું છે.

ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jul 30, 2020, 11:52 AM IST

Updated : Jul 30, 2020, 12:24 PM IST

અમદાવાદ : શહેરમાં હત્યા, મારામારી, લૂંટ ,ધાડ ,ચોરી ,દારૂ ,જુગાર જેવી અનેક પ્રવૃતિઓના સેંકડો ગુના પોલીસ ચોપડે નોંધાય છે.જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી આ તમામ ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ ગુના ઘટવા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેનું મુખ્ય કારણ લોકડાઉન જ છે.

અમદાવાદમાં લોકડાઉન શરૂ થતાં શહેરમાં ગુનાઓનું પ્રમાણ ઘટ્યું

કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારથી જ એટલે કે, 21 માર્ચથી લોકડાઉનની શરૂઆત થઈ હતી. લગભગ 60 દિવસ કરતા વધુ સમય લોકડાઉન રહ્યું હતું, જે બાદ આંશિક છૂટછાટ આપવામાં આવી હતી.લોકડાઉનમાં લોકોએ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો.જેના કારણે કેટલાક ગુનાઓ પણ બન્યા હતા. પરંતુ સામાન્ય દિવસો કરતા લોકડાઉનમાં ગુનાઓ ઓછા બન્યા હતા.
કેટલાક ગુનાઓમાં પરપ્રાંતિય આરોપીઓની સંડોવણી વધુ જોવા મળતી હોય છે. પરંતુ લોકડાઉનમાં રોટી,કપડા અને મકાનની અછતના કારણે ઘણા બધા પરપ્રાંતિય લોકો પોતાનાં વતન જતા રહ્યા હતા. જેના કારણે સામાન્ય દિવસોમા બનતા ગુના કરતા લોકડાઉનમાં બનેલા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે.

બીજી તરફ પોલીસ પણ સક્રિય રહી હતી અને પોલીસ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. તેમજ બહારથી પણ વધારાની ફોર્સ મંગાવવામાં આવી હતી. જેના કારણે પોલીસને પોતાની કામગીરી આસાન રહી હતી. લોકડાઉન દરમિયાન શહેરના તમામ ખૂણામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલુ હતુ. જેના કારણે ગુનામાં ઘટાડો થયો તેવું કહી શકાય.

અમદાવાદ શહેરમાં માર્ચ માસ અને એપ્રિલથી જૂન સુધી બનેલા ગુનાઓ

  • હત્યા. 04 17
  • હત્યાનો પ્રયાસ. 10 26
  • ધાડ. 03 03
  • લૂંટ. 20 10
  • ચેન્સનેચિંગ. 01 00
  • કુલ ચોરી. 210 198
  • છેતરપિંડી. 54 101
  • રાયોટિંગ. 13 35
  • મારામારી. 107 267
  • સરકારી કર્મી પર હુમલો. 10 17
  • અપહરણ. 40 50
  • મારામારી. 107 267
  • જુગાર. 120 199
  • પ્રોહીબિશન. 2437 3548

ઉપર બતાવેલ આંકડા મુજબ કેટલાક ગુનાઓ એવા પણ છે, જે માર્ચ મહિનો એટલે કે, લોકડાઉન શરૂ થયું તે પહેલાં બનેલા છે. તેની સરખામણીએ લોકડાઉન શરૂ થયું તે બાદના 1 એપ્રિલથી 30 જુન સુધીના ગુના ઓછા છે. સરખામણી કરવામાં આવે તો અગાઉના મહિના કરતા લોકડાઉન બાદ બનેલા ગુના ઓછા છે.

પરંતુ હવે ફરીથી બધું શરૂ થતાં ગુનાઓનું પ્રમાણ ધીરે ધીરે વધવા લાગ્યું છે. જેમાં ચોરી,લૂંટ જેવા બનાવો વધવા લાગ્યા છે, તેની પાછળ લોકડાઉનના કારણે આવેલ બેરોજગારી અને આર્થિક સંકડામણ હોઈ શકે છે.

Last Updated : Jul 30, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.