અમદાવાદઃ રાજ્યના અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતાં એલજી હોસ્પિટલ ફરી કાર્યરત થઈ છે. જોકે ઓર્થોપેડિક વિભાગને હજુ પણ બંધ રખાયો છે. હોસ્પિટલ ચાલુ થતાં ગરીબ દર્દીઓએ રાહત અનુભવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલ બંધ કરાઈ ત્યારે તેમાં કેટલાંક દર્દીઓ ઈનડોર પેશન્ટ તરીકે દાખલ થયેલાં હતાં, તેમની સાવધાનીપૂર્વક સારવાર ચાલુ રખાઈ હતી અને તેઓ જેમ જેમ સાજા થયાં તેમ તેમ રજા અપઈ હતી. બાદમાં સમગ્ર હોસ્પિટલની ચુસ્તપણે સફાઈ અને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં આજે તે ફરી ચાલુ કરાઈ છે. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે એલ.જી. કોરોના હોસ્પિટલ નથી, તેમ છતાં તમામ ડોકટરો અને જરૂરી સ્ટાફને સંરક્ષક કીટ આપવામાં આવી છે. જે દર્દી આવશે તેણે માસ્ક પહેર્યું છે કે નહીં તેની તપાસ થશે.
ત્યારબાદ તેનું સ્ક્રિનિંગ થશે, ટેસ્ટ થશે, સેનેટાઈઝથી હાથ સાફ કરાવાશે અને પછી જ તેને જરૂરી વિભાગમાં જવા દેવામાં આવશે. જ્યારે ચેપ ફેલાવાનું કેન્દ્ર ઓર્થોપેડિક વિભાગ હોવાથી અને તેના ડોકટરો હજુ પણ ક્વોરેન્ટાઈનમાં હોવાથી એ વિભાગ બંધ રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત પીજી હોસ્પિટલોમાં પણ જરૂરી તમામ કામગીરી કરવામાં આવી છે અને રેસીડેન્ટ ડોકટરો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
LG હોસ્પિટલના તમામ ડોકટરો અને નર્સ સ્ટાફનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સફાઈકર્મીઓને કામ કરવા માટે PPE કીટ આપવામાં આવી છે. આજે સફાઈકર્મીઓ PPE કીટ પહેરીને સફાઈ કરતા નજરે પડ્યાં હતાં. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા LG હોસ્પિટલમાં OPD અને ઈમરજન્સી સેવા બંધ કરાઈ હતી. ત્યારે આજે ફરીથી સેવાઓ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC દ્વારા LG હોસ્પિટલમાં OPD અને ઇમરજન્સી સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં LG હોસ્પિટલમાં કોરોના સિવાયની સારવાર બંધ કરવામાં આવી હતી.
સંપૂર્ણ તકેદારી સાથે આજથી ઍલજી હોસ્પિટલ ફરી શરૂ કરાઇ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા LG હોસ્પિટલમાં કોરોના સિવાયની સારવાર બંધ કરી દેવામાં આવી હતી. એલ.જી. હોસ્પિટલના ૧૭ ડોકટરો, ૫ નર્સીંગ સ્ટાફ અને ૨ વોર્ડ બોયને કોરોનાનો ચેપ લાગતાં બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો. જેથી ૨૧મીથી ૨૭ એપ્રિલ દરમિયાન હોસ્પિટલ બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. જે આજથી ફરી શરૂ કરી દેવામાં આવી છે.