ETV Bharat / state

જાણો ચૂંટણીમાં મતદાન વખતે ઉપયોગમાં લેવાતું VVPAT કેવી રીતે કામ કરે છે - Gujarat Gandhinagar

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત થઈ ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એ દિવસ હવે આવી ચૂક્યા છે. કેન્દ્રીય ચૂંટણી કમિશનરે પરિણામની તારીખ પણ જાહેરાત કરી દીધી છે. ઈવીએમના સીરીયલ નંબર અને મતદાન મથકોમાં વપરાયેલ VVPAT મતદાન એજન્ટોને આપવામાં આવે છે. જોઈએ એક રીપોર્ટમાં આખરે આ વીવીપેટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે

VVPAT
VVPAT
author img

By

Published : Nov 3, 2022, 4:52 PM IST

Updated : Nov 9, 2022, 4:26 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત (Gujarat Assembly Election 2022) થઈ ચૂકી છે. ગુરુવારે ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું (Election voting Date) છે. આ વખતે પણ EVM મશીનની (Gujarat Election phases) સાથે VVPATનો ઉપયોગ થશે. મતદાનના દિવસે કુલ મતદાનની વિગતો ધરાવતા ફોર્મ-17Cની નકલ મત, સીલ (યુનિક નંબર), ઈવીએમના સીરીયલ નંબર અને મતદાન મથકોમાં વપરાયેલ VVPAT મતદાન એજન્ટોને આપવામાં આવે છે.

પછી શું થાય: મતદાન પૂર્ણ થયા પછી EVM અને VVPAT ને (vvpat Machines for Elections) સીલ કરવામાં આવશે. મતદાન થયેલ EVM અને VVPAT ને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે. જ્યાં ડબલ લોક સિસ્ટમમાં અને CCTV અંતર્ગત તેની દેખરેખ રાખવામાં આવશે. દરેક જિલ્લા કક્ષાએ ચૂંટણી સમયે EVM નિદર્શન કેન્દ્રો ઉભા કરવામાં આવશે. મતદારોને જાગૃત કરવા માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન તૈનાત કરવામાં આવી છે. આ ડેમોસ્ટ્રેશનમાં તમામ મતદાન સ્થળોને આવરી લેવામાં આવશે.

આટલી વસ્તુ હોય: VVPAT એટલે વોટર વેરીફાએબલ પેપર ઓડિટ ટ્રેલ મશીન. મત આપ્યા બાદ મશીનમાંથી રસીદ નીકળે છે.જે EVMની કાચની સ્ક્રીનમાં 7 સેકન્ડ સુધી દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. રસીદ પર ઉમેદવારનું નામ, ચૂંટણી ચિહ્ન છપાયેલું હોય છે. જેનાથી મત કોને આપ્યો તે જાણી શકાય છે.VVPAT મશીન EVM સાથે જોડેલ હોય છે. મતદારની જાણકારી પ્રિન્ટ કરી મશીનમાં સ્ટોર કરી દેવાય છે અને વિવાદના સમયે જાણકારીને ઉપલબ્ધ કરાવી શકાય છે.

2013માં ડીઝાઈન થયું: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વર્ષ 2013માં VVPAT મશીન ડિઝાઇન કર્યું હતું. VVPAT મશીનનો સૌપ્રથમ નાગાલેન્ડમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવશે. દેશમાં અનેક ચૂંટણીના મતદાન વખતે EVM મશીનની વિશ્વસનીયતા પાર સવાલો ઉભા થઇ ચુક્યા છે. આ સવાલોના નિરાકરણ માટે ચૂંટણીપંચ દ્વારા VVPATનો ઉપયોગ શરુ કર્યો છે. સુપ્રિમ કોર્ટે VVPAT મશીન બનાવવા અને તેના માટે રૂપિયા ફાળવવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યા હતા.

લોકસભામાં ચૂંટણીમાં ઉપયોગ: વર્ષ 2014માં કેટલીક જગ્યાઓ પર VVPAT નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2014ના લોકસભા ઈલેક્શનમાં વીવીપેટનો ઉપયોગ લખનઉ, બેંગલોર દક્ષિણ, ગાંધીનગર, ચેન્નાઈ સેન્ટ્રલ, જાદવપુર, રાયપુર, પટના સાહિબ અને મિઝોરમના ચૂંટણી વિસ્તારોમાં કરાયો હતો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે વર્ષ 2016માં 33,500 વીવીપેટ મશીન બનાવ્યા હતા. વર્ષ 2017માં થયેલા પાંચ રાજ્યોની વિધાનસભા ઈલેક્શનમાં આયોગે 52,000 VVPATનો ઉપયોગ કર્યો હતો.

Last Updated : Nov 9, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.