અમદાવાદઃ વેસ્ટર્ન રેલવે વધતા જતા મુસાફરો માંગને પહોંચી વળવા તેમજ મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુથી સુરતથી મહુવા અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેનો શરુ કરે છે. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ સુમિત ઠાકુરે સુરત મહુવા અને સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનોની વિગતો જાહેર કરી છે.
1. ટ્રેન નંબર 09111/09112 સુરત-મહુવા (દ્વિ-સાપ્તાહિક, કુલ 34 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09111 સુરત-મહુવા સ્પેશિયલ ટ્રેન સુરતથી દર બુધવાર અને શુક્રવારે 22.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.10 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 06 ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે. તે જ પ્રમાણે ટ્રેન નંબર 09112 મહુવા-સુરત સ્પેશિયલ ટ્રેન દર ગુરુવાર અને શનિવારે મહુવાથી 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.30 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 07મી ડિસેમ્બરથી 01લી ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને રુટમાં વડોદરા, અમદાવાદ, ગાંધીગ્રામ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, નિંગાળા, ધોળા, ઢસા, દામનગર, લીલીયા મોતા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સેકન્ડ ક્લાસ સીટિંગ, સ્લિપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે.
2. ટ્રેન નંબર 09017/09018 સુરત-વેરાવળ (સાપ્તાહિક, કુલ 16 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સ્પેશિયલ ટ્રેન સુરતથી દર સોમવારે 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 11મી ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે. તે જ પ્રમાણે ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સ્પેશિયલ વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12મી ડિસેમ્બરથી 30મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને રુટમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સેકન્ડ ક્લાસ સિટિંગ, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09111/09112 અને 09017/09018 માટે ટિકિટ બૂકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર કરી શકાશે. આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ સ્પેશિયલ ફેર ચૂકવવું પડશે. મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પરથી હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી મેળવી શકશે.