અમદાવાદઃ સતત 24 કલાક ધબકતા રહેતા અમદાવાદના હૃદય સમાન કાળુપુર રેલવે સ્ટેશન પરથી અવરજવર કરતી ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. અંદાજિત 200 જેટલી નાના મોટા રૂટની વેસ્ટર્ન રેલવેની ટ્રેનોના સમયમાં ફેરફાર 1 લી ઓક્ટોબરથી અમલમાં આવશે.
200 જેટલી ટ્રેનના સમયમાં ફેરફારઃ કાલુપુર સ્ટ્રેશને થી ઉપડતી અને પશ્ચિમ રેલવે મંડળમાં આવતા તમામ સ્ટેશનો પરથી અવરજવર કરતી ટ્રેનોનો સમય બદલાયો હોવાથી મુસાફરોને આ અંગે જાણકારી મેળવી મુસાફરી કરવા સૂચન કરવામાં આવ્યું છે. સાત ટ્રેનોનો સમય તેના મૂળ સમય કરતા વહેલો કરવામાં આવ્યો છે. જ્યારે 25 ટ્રેનો તેના મૂળ સમય કરતા મોડો કરવામાં આવ્યો છે. અન્ય 170 જેટલી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ સમયપત્રક 1લી ઓકટોબરના રોજથી અમલી કરવામાં આવશે અને તમામ પેસેન્જર્સે ટ્રેનોના બદલાયેલા સમય અંગે માહિતી મેળવ્યા બાદ જ મુસાફરી કરવી.જેથી મુસાફરોનો સમય ન વેડફાય...જિતેન્દ્રકુમાર જૈન (વરિષ્ઠ જનસંપર્ક અધિકારી, અમદાવાદ ડિવિઝન)
ટ્રેનના સમયમાં ફેરફારઃ તાજેતરમાં કાળુપુર રેલવે સ્ટેશન બંધ રહેશે તેવી અફવા ફેલાઈ હતી. જેને રેલવે તંત્ર તરફથી રદિયો આપ્યો હતો. હવે કાળુપુર રેલવે સ્ટેશને અવરજવર કરતી ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફારના સમાચાર આવ્યા છે. રેલવે તંત્ર તરફથી પેસેન્જર્સને સૂચના આપવામાં આવી છે કે પોતાની ટ્રેનનો સમય જાણી લીધા બાદ, ખાત્રી કરી લીધા બાદ જ પ્લેટફોર્મ પર આવવું. જેથી મુસાફરી માટેના સમયની બરબાદી ન થાય. રેલવે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની અફવા મુજબ ન દોરવાવાની સલાહ પણ અપાઈ છે. જાતે ખાત્રી કરીને જ પછી મુસાફરી કરવી. પ્લેટફોર્મ પર ટ્રેનના નવા નિર્ધારિત કરેલા સમય મુજબ આયોજન કરવા માટે જણાવાયું છે.