અમદાવાદ: ગુજરાત યોજાનાર વિધાનસભાની ચુંટણીને (Gujarat assembly election 2022) પગલે ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે બીજી યાદી જાહેર કરવા માટે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના (Congress in-charge Raghu Sharma) ઘરે બેઠકોનો દૂર ચાલી રહ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.જેમાં હાલ સૌરાષ્ટ્રની (saurastra) સીટો ઉપર મંથન થઈ રહ્યું છે.આજે સતત બીજા દિવસે રઘુ શર્માના ઘરે આ ચાલેલી મિટિંગને લઈને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર થઈ છે અમારી બીજી યાદી પણ ટૂંક સમયમાં જાહેર થશે (second list will also be announced soon)
કાર્યકર્તાઓના ભોગે કોઈને ટિકિટ નહીં: તેમણે જણાવ્યું કે ભાજપએ યાદી જાહેર કર્યા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. ત્યારબાદ ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. વધુમાં સિનિયર નેતાઑના ચુંટણી નહિ લડવાના નિવેદન મામલે જગદીશ ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું કે યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે. આ સાથે જ જે ભાજપમાંથી ટિકિટ કપાય છે એવા અસંતુષ્ટ નેતાઓ જો કોંગ્રેસનો સંપર્ક કરશે એ બાબતે જગદીશ ઠાકોર નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમારી કાર્યકર્તાઓના નારાજગીના ભોગે અમે કોઈને ટિકિટ નહીં આપીએ. ગમે તેટલું મોટું માથું હશે પરંતુ અમે અમારા કાર્યકરતાની નારાજગીના ભોગે કોઈને ટિકિટ નહીં આપીએ.આ સમગ્ર મામલે રાજકારણને લઈને એક બીજા મોટા સમાચાર પણ મળી રહ્યા છે.
શંકરસિંહ બાપુની રી-એન્ટ્રી: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુની રી-એન્ટ્રીનો તક્તો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. 12 તારીખ સુધીમાં બાપુ પણ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતા પ્રબળ બની રહી છે. ખુદ પ્રમુખ જગદીશ ઠાકોર અને શંકરસિંહ વાઘેલા અને હાઈ કમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે.શંકરસિંહ વાઘેલા અને પ્રભારી રઘુ શર્મા વચ્ચે બેઠક પણ થઈ ગઈ છે શંકરસિંહ વાઘેલા કોઈપણ શરત વગર કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર પણ થઈ ગયા છે 12 નવેમ્બરે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે આવી રહ્યા છે ત્યારે બાપુ કોંગ્રેસમાં જોડાવાની પૂરી શક્યતા છે.