- નળકાંઠાના ગામોમાં ઘરના ફળિયા સુધી નળ થી પાણી પહોંચતું થયું છે.
- અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય માં 94.15% ઘરોમાં નળ થી જળ ઉપલબ્ધ છે.
અમદાવાદઃ જિલ્લાના કરણગઢ, સરગવાળા, ગણોળ, કલાણા છેવાડાના ગામે છે. જે લોક ડાઉનલોડ દરમિયાન સુન્ય જળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતાં બન્યા છે.વિરમગામ - ગામમાં ઘરે ઘરે નળ કનેકશન આવતા પાણીની સાથે ગૃહિણીઓને સુખ પણ આવ્યું છે. ગામડાની બહેનો જે તળાવે પાણી ભરવા જતી હતી. હવે ઘરના ફળિયા સુધી નળ આવી જતા ઘર આંગણે પાણી આવાથી ગૃહિણીઓની પરેશાની હલ થઈ ગઈ છે. સરકારે અનલોક કેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને નળ વાળા કરી દીધા છે. આ નળ થી જળ અભિયાન આમ જ ચાલુ રહેશે. તો નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળિયા સુધી પાણી પહોંચી જાય તેવી કરણ ગઢ ગામના સરપંચ સુરજબેનના આ વાક્યો નળ થી જળ અભિયાનની સાર્થકતા અને પ્રતિબંધિત કરે છે.
જલ જીવન મિશન અંતર્ગત 2022 સુધીમાં
અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાળા, ગણોળ, કલાણા છેવાળાના ગામો છે. જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતાં બન્યા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે. ગ્રામ પંચાયત અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં 94.15% ઘરોમાં નળ થી જળ પહોંચાડવામાં આવ્યું છે. જલ જીવન મિશન અંતર્ગત 2022 સુધીમાં ગુજરાતના સો ટકા ઘરોને નળ થી જળ પહોંચાડવાનું રાજા સરકારનું લક્ષ્ય છે.
જિલ્લાનું વહીવટી તંત્ર બન્યુ કાર્યરત
જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યરત છે. આ સંદર્ભે વાસ્મો વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના યુનીટ હેડ આર.જે બ્રહ્મભટ્ટ ના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના 09 તાલુકા પૈકી બાવળામાં 86.62% દસકોઈમાં 98.68% દેત્રોજમાં 99.19% ધંધુકામાં 96.26% ધોલેરામાં 85.25% ધોળકામાં 96.59% માંડલમાં 99.47% સાણંદમાં 92.20% અને વીરમગામમાં 89.18% ઘરોમાં નળ થી જળ ઉપલબ્ધ છે.
![નળ થી જળ યોજના અંર્તગત અમદાવાદ ગ્રમ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવ્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-05-waterlifemission-photo-story-gj10036_25102020113134_2510f_1603605694_286.jpg)
અમદાવાદ જિલ્લામાં 364 ગામો 100% ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા 120 ગામડામાંથી 39 ગામોને સો ટકા નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.