ETV Bharat / state

અમદાવાદમાં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના આવી સામે - news updates of amdavad

અમદાવાદ: થોડા સમય પહેલા જ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમ છતાં તંત્ર આવી જર્જરિત ટાંકીઓ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. શું એએમસીનું તંત્ર આવી ટાંકીઓ કોઈનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે. ફરી એક વાર આવી જ ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

trr
author img

By

Published : Nov 3, 2019, 11:13 AM IST

શહેરના ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી ધરાશાયી થતા 22 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બાજુમાં પાર્ક કરેલી અલ્ટો કારને પણ નુકસાન થયું હતુ.. પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ બાજુમાં આવેલા એક મકાનમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયુ હતુુુ. ધરાશાયી થયેલી ટાંકી 25 વર્ષ જૂની હોવાનો સ્થાનિકોનો દાવો છે.

અમદાવાદમાં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના આવી સામે

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રએ કરેલા સર્વેમાં ટાંકીમાં ખામી જણાઈ હતી. ટાંકી ક્ષતિગ્રસ્ત હોવા છતાં ઉતારવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. સવારે 4.30 વાગે ધરાધાયી થયેલી આ 25થી વધુ વર્ષો જૂની ટાંકી હતી. થોડા સમય અગાઉ ટાંકીની સ્થિતિને લઈ સર્વે કરાયો હતો. આ સર્વેમાં ટાંકી ક્ષતિગ્રસ્ત જણાઈ હોવા છતાં તેને ઉતરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. રાત્રે 2 વાગ્યાથી ટાંકીમાં લિકેજ શરૂ થયું હતું. ગઈકાલે પણ પાણી લિકેજ થતા ટાંકીમાં પાણી બંધ કરાયું હતું.સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ. પરંતુ આ ઘટનામાં 25 વર્ષીય ફાલ્ગુની આચાર્ય નામની મહિલા ઈજાગ્રસ્ત બની હતી. તેના હાથે ફ્રેક્ચર આવ્યું છે.

પરંતુ સ્થાનિકોએ જણાવ્યું કે, ટાંકી પડી ત્યારે ભૂકંપ જેવો અહેસાસ થયો હતો. વહેલી સવારે ધડાકાભેર પડતા લોકોમાં ગભરાહટ જોવા મળી હતી. ઘટના બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

Intro:અમદાવાદ:

બોપલનો બનાવ હજી તાજો જ છે
થોડા સમય પહેલા જ અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમ છતાં નિંભર તંત્ર આવી જર્જરિત ટાંકીઓ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. શું એએમસીનું તંત્ર આવી ટાંકીઓ કોઈનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે.
ત્યારે ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી ધરાશાયી થતા 22 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે બાજુમાં પાર્ક કરેલી અલ્ટો કારને નુકસાન થયું છે. પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ બાજુમાં આવેલા એક મકાનમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ધરાશાયી થયેલી ટાંકી 25 વર્ષ જૂની હોવાનો સ્થાનિકોનો દાવો છે. Body:સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રએ કરેલા સર્વેમાં ટાંકીમાં ખામી જણાઈ હતી અને ટાંકી ક્ષતિગ્રસ્ત હોવા છતાં ઉતારવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. સવારે 4.30 વાગે ધરાધાયી થયેલી આ 25થી વધુ વર્ષો જૂની ટાંકી હતી. થોડા સમય અગાઉ ટાંકીની સ્થિતિને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં ટાંકી ક્ષતિગ્રસ્ત જણાઈ હોવા છતાં તેને ઉતરવામાં તંત્ર રહ્યું નિષ્ફળ રહ્યું હતું. રાત્રે 2 વાગ્યાથી ટાંકીમાં લિકેજ શરૂ થયું હતું. ગઈકાલે પણ પાણી લિકેજ થતા ટાંકીમાં પાણી બંધ કરાયું હતું. આખરે 4.30એ ટાંકી ધરાશાયી થઈ હતી. જેને કારણે નજીક પાર્ક કરેલી એક અલ્ટો કારના બૂકડો બોલાઈ ગયો હતો. તેમજ પાણીની ટાંકીને અડીને એક મકાન હતું, જેમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. પરંતુ આ ઘટનામાં 25 વર્ષીય ફાલ્ગુની આચાર્ય નામની મહિલા ઈજાગ્રસ્ત બની હતી. તેના હાથે ફ્રેક્ચર આવ્યું હતું.

પરંતુ સ્થાનિકોએ જણાવ્યું કે, ટાંકી પડી ત્યારે ભૂકંપ જેવો અહેસાસ થયો હતો. વહેલી સવારે ધડાકાભેર પડતા લોકો ગભરાયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

સ્થાનિકોને પાણીની સમસ્યા સર્જાશે
ઉલ્લેખનીય છે કે, આ જ પાણીની ટાંકીમાંથી આસપાસના વિસ્તારોના ઘરોમાં પાણી પહોંચતું હતું. ટાંકી તૂટતા પાણીની સ્થાનિકો માટે મોટી સમસ્યા સર્જાશે. હજુ સુધી ધારાસભ્ય કે કોઈ ઉચ્ચ સતાધીશ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. ત્યારે સ્થાનિકોમાં સ્થાનિક તંત્રને લઈ નારાજગી જોવા મળી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.