ETV Bharat / state

જ્યાં જ્યાં મોદીની સભા થઈ ત્યાં ત્યાં મતદાનનો ગ્રાફ ગગડ્યો, આવો છે મતદારોનો મિજાજ - Low turnout in Surendranagar

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રથમ તબક્કામાં નિરસ મતદાન થતાં રાજકીય પાર્ટીઓની ચિંતા તો વધી છે. પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન કરવાની અપીલ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ સામે પણ મતદારોએ આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યાં જ્યાં વડાપ્રધાન મોદીની સભા હતી ત્યાં ત્યાં મતદાનનો ગ્રાફ વર્ષ 2017ની સરખામણીએ ખૂબ જ (vote turnout low where PM Modi Public meetings) નીચે ગગડી ગયો છે.

જ્યાં જ્યાં મોદીની સભા થઈ ત્યાં ત્યાં મતદાનનો ગ્રાફ ગગડ્યો, આવો છે મતદારોનો મિજાજ

author img

By

Published : Dec 2, 2022, 10:42 AM IST

અમદાવાદ રાજ્યમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ફરી ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે ચૂંટણી પહેલા ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જોકે તેમણે પ્રથમ તબક્કા પહેલા જ્યાં જ્યાં સભાઓ ગજવી હતી. ત્યાં જ ઓછું મતદાન (vote turnout low where PM Modi Public meetings ) થયું હતું. અહીં વડાપ્રધાને રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ પણ કરી હતી, પરંતુ મતદારો પર તેની કોઈ જ અસર ન થઈ.

મતદાનની વિગત આ વખતે અમરેલીમાં (Low Voting in Amreli) 57.06 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં અહીં 61.84 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 4.78 ટકા મતદાન ઘટ્યું હતું. ભરૂચમાં 63.08 ટકા મતદાન થયું હતું. અહીં વર્ષ 2017માં 73.42 ટકા મતદાન થયું હતું. એટલે કે અહીં 10.3 ટકા ઓછું મતદાન થયું હતું. ભાવનગરમાં આ વખતે 57.81 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 62.18 ટકા મતદાન થયું એટલે કે 4.37 ટકા ઓછું મતદાન થયું હતું. બોટાદમાં આ વખતે 57.15 ટકા, વર્ષ 2017માં 62.74 ટકા મતદાન થયું હતું. ડાંગમાં આ વખતે 64.64 ટકા, વર્ષ 2017માં 73.81 ટકા મતદાન થયું હતું. દ્વારકામાં આ વખતે 59.11 ટકા, વર્ષ 2017માં 59.81 ટકા મતદાન થયું હતું. સોમનાથમાં આ વખતે 60.46 ટકા, વર્ષ 2017માં 69.26 ટકા મતદાન થયું હતું.

ક્યાં કેટલું મતદાન જામનગરમાં (Low turnout in Jamnagar) આ વખતે 56.09 ટકા, વર્ષ 2017માં 64.70 ટકા, જૂનાગઢમાં આ વખતે 56.95 ટકા, વર્ષ 2017માં 63.15 ટકા મતદાન થયું હતું. કચ્છમાં આ વખતે 55.54 ટકા, વર્ષ 2017માં 64.34 ટકા મતદાન થયું હતું. જ્યારે મોરબીમાં આ વખતે 67.65 ટકા, વર્ષ 2017માં 73.66 ટકા, નર્મદામાં આ વખતે 73.02 ટકા, વર્ષ 2017માં 80.67 ટકા મતદાન થયું હતું. જ્યારે નવસારીમાં 66.62 ટકા, વર્ષ 2017માં 73.98 ટકા, પોરબંદરમાં આ વખતે 53.84 ટકા, વર્ષ 2017માં 62.23 ટકા, રાજકોટમાં આ વખતે 57.68 ટકા, વર્ષ 2017મં 67.29 ટકા મતદાન થયું હતું.

મતદાનમાં ઘટાડો ઉપરાંત સુરેન્દ્રનગરમાં (Low turnout in Surendranagar) આ વખતે 60.71 ટકા, વર્ષ 2017માં 66.79 ટકા, સુરતમાં આ વખતે 60.01 ટકા, વર્ષ 2017માં 66.79 ટકા, તાપીમાં આ વખતે 72.32 ટકા, વર્ષ 2017માં 79.42 ટકા અને વલસાડમાં આ વખતે 72.73 ટકા અને વર્ષ 2017માં 72.97 ટકા મતદાન થયું હતું.

સૌરાષ્ટ્રમાં મતદાન ઘટ્યું મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોળી, આહિર, મેર, કારડિયા સહિતની અલગઅલગ ઓબીસી જ્ઞાતિઓનું વર્ચસ્વ ધરાવતી કુલ 28 બેઠકો છે. આ બેઠકો પરણ વર્ષ 2017ની સરખામણીએ 6.5 ટકા મતદાન ઓછું થયું છે. એટલે કે કુલ સરેરાશ મતદાનમાં થયેલા ઘટાડાની સાપેક્ષે આ ઘટાડો થોડો ઓછો છે તેવું કહી શકાય. બીજી તરફ આદિવાસી પટ્ટામાં પણ વડાપ્રધાને સભાઓ ગજવવામાં કંઈ બાકી નહતું રાખ્યું તેમ છતાં અહીંથી મતદારો મત આપવા બહાર જ ન નીકળ્યા. એટલે કે મતદારો ત્રણેય રાજકીય પાર્ટીઓથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાનની અપીલ ન માની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના (Gujarat Election 2022) પહેલા તબક્કા પહેલા માત્ર 40 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં કુલ 4 જાહેરસભાઓ ગજવી હતી. મહત્વનું છે કે, આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે વડાપ્રધાન કોઈ પણ પ્રકારનું નુકસાન સહન કરવાના મૂડમાં નથી. એટલે તેમણે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલા ભંગાણને દૂર કરી બેઠકો વધારવા માટે વડાપ્રધાન પોતે ચૂંટણીના મેદાને ઉતરી ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો.

રેકોર્ડબ્રેક મતદાન ન થયું વડાપ્રધાને જ્યાં સભાઓ કરી (vote turnout low where PM Modi Public meetings) ત્યાં જ તેમણે મતદારોને રેકોર્ડબ્રેક મતદાન કરવાની ખાસ અપીલ કરી હતી. તેમ છતાં આ વખતે ગત ચૂંટણી (Gujarat Election 2022) કરતા ઓછું મતદાન થતાં મતદારોએ પોતાનો તીખો અંદાજ બતાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.