ETV Bharat / state

વિશ્વકર્મા સમાજની વિભૂતિઓને વિશ્વકર્મા રત્ન એવોર્ડ અર્પણ કરાયા

author img

By

Published : Jan 3, 2023, 10:38 PM IST

અમદાવાદમાં પંચાલ યુવા સંગઠન દ્વારા વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022 (Vishwakarma Ratna Award 2022) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વકર્મા સમાજ રત્નોને અલગ અલગ 17 કેટેગરીમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.(Ahmedabad Panchal Youth Association)

વિશ્વકર્મા સમાજની વિભૂતિઓને વિશ્વકર્મા રત્ન એવોર્ડ અર્પણ કરાયા
વિશ્વકર્મા સમાજની વિભૂતિઓને વિશ્વકર્મા રત્ન એવોર્ડ અર્પણ કરાયા
વિશ્વકર્મા રત્ન એવોર્ડ

અમદાવાદ પંચાલ યુવા સંગઠન (Panchal Youth Association) દ્વારા આજે મંગળવારે અમદાવાદમાં વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022 કાર્યક્રમ યોજાઈ ગયો છે. જે કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહીને સમાજના કામોની પ્રગતિના વખાણ કર્યા હતા. સમાજ એક બને અને વધુ પ્રગતિ કરે તેવી અપીલ કરી હતી.(Ahmedabad Panchal Youth Association)

મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરીહરાનંદબાપુ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. વિશ્વકર્મા સમાજના વંશજોએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પોતાના ક્ષેત્રમાં કાર્યો થકી વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય અને દેશ તેમજ સમાજનું ગૌરવ વધાર્યું હોય તેવી અલગ અલગ 17 કેટેગરીમાં વિશ્વકર્મા સમાજની વિભૂતિઓને વર્ગીકૃત કરીને સન્માનિત કરાયા હતા.(Vishwakarma Ratna Award 2022)

આ પણ વાંચો સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2022ની વિભૂતિઓ પંચાલ સમય મૌલિક મિસ્ત્રી કે જેમણે 9 વર્ષની વયે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી આરોહણ કર્યું હતું. તેમને વિશ્વકર્મા રત્ન એવોર્ડ અર્પણ કરાયો હતો. સાયબર સિક્યુરિટી લીડર ભરત પંચાલ, આસિ. મ્યુનિસિપલ કમિશનર પૂર્વ ઝોન હિતેશ ગજ્જર, ઈનોવેશન એવોર્ડ તુષાર પંચાલ, નાયબ કલેક્ટર અમિત પંચાલ, ત્રણ સ્ટેન્ડ મુકાવ્યા પછી 59 વર્ષની ઉંમરે મેરેથોન દોડનાર અનિલ પંચાલ, ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળના પ્રમુખ દિવ્યેશ પંચાલને વિશ્વકર્મા રત્ન એવોર્ડ આપવામાં આવ્યા હતા. (Vishwakarma Ratna Award 2022 in Ahmedabad)

આ પણ વાંચો સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કાર્યક્રમ યોજાયો, ગુજરાતના કેદીઓએ મેળવ્યા 3 એવોર્ડ

બેસ્ટ એક્ટ્રેસ ઓફ ધ યર તેમજ બેસ્ટ એક્ટ્રેસ ઓફ ધ યરમાં શ્રદ્ધા સુથાર અને પંચાલ હેતલ મહેન્દ્રકુમારને વિશ્વકર્મા રત્ન એવોર્ડ અર્પણ કરાયો હતો. પંચાલ યુવા સંગઠન 16 જિલ્લામાં કાર્યરત છે. 8500થી વધુ સભ્યો આ સંગઠન સાથે જોડાયેલા છે. પંચાલ યુવા સંગઠન શિક્ષણ, સેવા અને રોજગારના માધ્યમથી વિશ્વકર્મા સમાજના ગરીબ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે જરૂરી મદદ કરે છે. રોજગારીની તકો પુરી પાડવા માટે સેમિનાર કરીને માર્ગદર્શન પુરૂ પાડે છે. ઉદ્યોગ સાહસિકોને પણ ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશન જેવા વિવિધ કાર્યક્રમો કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.