ETV Bharat / state

પાટડી 2500 રૂ. ભરવા ડિવોશન સ્કૂલની દાદાગીરી, વાલીઓના વિરોધ બાદ નિર્ણય પાછો લીધો - વાલીઓ

વિરમગામના પાટડીમાં આવેલી સ્કૂલ ઓફ ડિવોશનની દાદાગીરી બહાર આવી છે. આ સ્કૂલમાં 1300થી વધારે વિદ્યાર્થી કામ કરે છે. હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહ્યું છે. સ્કૂલમાં નવું સત્ર ચાલુ થવાનું હોવાથી વહિવટી ખર્ચ અને પરીક્ષા ખર્ચ પેટે સ્કૂલે રૂ. 2500 જમા કરવા માટે વાલીઓને કહ્યું છે. અને જો રૂપિયા જમા નહીં કરાવે તો તેઓને પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં આપવામાં આવે તેવી ચોખ્ખી દાદાગીરી કરવામાં આવી હતી. જોકે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવતા શાળાએ નિર્ણય પાછો લેવો પડ્યો હતો.

વિરમગામમાં રૂ. 2500 ભરવા ડિવોશન સ્કૂલની દાદાગીરી, વાલીઓના વિરોધ બાદ નિર્ણય પાછો લીધો

author img

By

Published : Oct 30, 2020, 7:49 PM IST

Updated : Oct 31, 2020, 10:52 AM IST

  • સ્કૂલ ઓફ ડિવોશન ખાતે વાલીઓનો હોબાળો
  • સ્કૂલમાં નવું સત્ર ચાલુ થયું તેના વહીવટી ખર્ચ તથા પરીક્ષા ખર્ચને અનુસંધાને 2500 જમા કરાવવા
  • રૂ. 2500 જમા નહીં કરાવે તો તેઓને પરીક્ષાલક્ષી સાહિત્ય આપવામાં આવશે નહીં
  • સ્કૂલ ચાલુ નથી તો વહીવટી ખર્ચ શા માટે માગવામાં આવે છે
  • સ્કૂલ ઓફ ડિવોશનમાં 1300 કરતાં પણ વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે

વિરમગામઃ પાટડીની સ્કૂલ ઓફ ડિવોશન દ્વારા વાલીઓ પાસેથી રૂ. 2500 ફી માગતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે વાલીઓના વિરોધ બાદ શાળાએ આ નિર્ણય પરત લીધો છે. કારણ કે હાલમાં કોરોના મહામારીના કારણે મોટા ભાગના તમામ વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જોકે, હાલમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાટડી જીન રોડ ઉપર આવેલી સ્કૂલ ઓફ ડિવોશનમાં 1300 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે સ્કૂલ ઓફ ડિવોશન દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવે છે, પરંતુ વાલીઓને જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવતી ઓનલાઈન શિક્ષણની લિન્ક મોકલી અને વિદ્યાર્થીઓને લિંક ખોલી શિક્ષણ મેળવવાનું કહેવામાં આવતું હતું.

વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરી જાણ કરાઈ હતી

સ્કૂલ ઓફ ડિવોશન દ્વારા વાલીઓને સ્કૂલ ઓફ ડીવોશન નામના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવામાં કરવામાં આવી હતી. વાલીઓને એમ કહેવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓના વહીવટી ખર્ચ અને પરીક્ષા ખર્ચ પેટે રૂ. 2500 જમા નહીં કરાવે તો તેઓને પરીક્ષાલક્ષી સાહિત્ય આપવામાં આવશે નહીં. વિદ્યાર્થી રૂ. 2500 ફી જમા નહીં કરાવે તો પરીક્ષાલક્ષી સાહિત્ય આપવામાં આવશે નહીં વાલીઓને આ મેસેજ મળતા દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી કેટલી વાલીઓએ એકતા બતાવી હોબાળો મચાવતા સ્કૂલે નિર્ણય પાછો લીધો હતો.

Last Updated : Oct 31, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.