શહેરમાં સૌ પ્રથમવાર યોજાયેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરમાં ૧૫ હજારથી વધુ આકર્ષક ચીજવસ્તુઓ જેમાં જુદા-જુદા રાજ્યોના ખાવાની વાનગીઓ આંતરરાષ્ટ્રીય હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ સહિતની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. બાંગ્લાદેશ મંત્રાલયના સચિવ જનાબ મહાબુર રહેમાન, ગ્લોબલ સોલાર કાઉન્સિલ અને નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ મહેતા, બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સના મદદનીશ ડિરેક્ટર સમરજીત પૂરકયાસ્થા સહિતના લોકોએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ આંતરરાષ્ટ્રીય મેગા ટ્રેડ ફેરને અન્ય ચાર રાજ્યોમાં પણ યોજવાની તૈયારીઓ બતાવી છે.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં મંદી હોવા છતાં સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતનો વિકાસ બમણા ડીજીટમાં થયો છે. આ ઉપરાંત ગ્લોબલ સોલાર કાઉન્સિલ અને નેશનલ સોલર એનર્જી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પ્રકાશ મહેતાએ પણ જણાવ્યું હતું કે, આ ટ્રેડ ફેરમાં 300થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે, જે એક નવી શરૂઆત છે. જો કે, કોલકત્તામાં યોજાયેલા ફેરમાં કુલ 1400 સંસ્થાએ ભાગ લીધો હતો, જેમાં 40%થી વધારે સંસ્થાઓ વિદેશી હતી.