અમદાવાદ : શહેર બજરંગદળના અધ્યક્ષ જ્વલિત મહેતા સાથે Etv Bharatના સંવાદદાતા પાર્થ શાહ દ્વારા વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, બજરંગદળ પ્રેમનો વિરોધ નથી કરી રહી. તેઓ માત્ર વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી રહ્યા છે. જેમાં પ્રેમીયુગલો જે રીતે જાહેર રોડ પર અશ્લિલ હરકતો કરી રહ્યા છે. જેને રોકવા અને સંસ્કૃતિની જાણકારી સમાજ સુધી પહોંચી રહે તે માટે થઈ તેઓ પ્રેમીયુગલોને એક પત્રિકા આપી રહ્યા છે. જેમાં લવજેહાદ અને વિધર્મીઓ હિન્દુ નામ જણાવી હિન્દુ યુવતીઓને લવજેહાદના ષડયંત્રમાં ફસાવવાની કોશિષ કરી રહ્યા છે. જેવા આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો.
બજરંગદળ અને VHPના કાર્યકર્તાઓ દર વર્ષે રિવરફ્રન્ટ અને જાહેરમાર્ગો પર અશ્લિલ હરકતો કરતા યુવક-યુવતીઓને ભગાડવાનું કામ કરતા હોય છે. જેને પગલે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહિ જેને ધ્યાનમાં રાખીને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તેમજ કાર્યકર્તા આવે તે પહેલાં જ પ્રેમીપંખીડાઓને પોલીસે ભગાડી મુક્યા હતા. જો કે, VHP અને બજરંગદળનું માનવું છે કે, વેલેન્ટાઈન ડે ભારતીય સંસ્કૃતિને નાશ કરી રહી છે. જ્યારે લવજેહાદનું દૂષણ અટકાવવા માટે થઈ જ્વલંત કાર્યક્રમો પણ આપતા રહીશું તેવું જણાવ્યું હતું.