ETV Bharat / state

રેઇન વોટર હાર્વેસ્ટિંગ થકી જળ સંરક્ષણ અંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જાગૃતિ પ્રસરાવશે - જળ સંરક્ષણ અંગે જાગૃતિ

પાણીની તંગીની સમસ્યાના કાયમી ઉકેલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પાણી બચાવવાની સામૂહિક જવાબદારી વિશે જાણકારી પ્રસરાવવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને કામગીરી શરૂ કરી છે. જેમનો ઉદ્દેશ્ય જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાતના 35 હજાર ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું આયોજન છે.

sdfsdfsdf
sdfssd
author img

By

Published : Mar 1, 2021, 3:08 PM IST

  • ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ કરાયો
  • ગુજરાતના 35 હજાર ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા શરૂ કરવાનો લક્ષ્ય
  • પાણીના સ્તરમાં પણ સુધારો કરવા અભિયાન શરૂ કરાયું

અમદાવાદ: ‘જળ એ જ જીવન’ના સૂત્રને આગળ ધપાવવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ અત્યાર સુધી કાર્યો કરી રહી હતી. ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ પણ જળ સંરક્ષણને લઇને આગળ આવી છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ સામાજીક કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ જળ સંરક્ષણને લઇને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને 35 હજારથી વધુ ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ થકી જળ સંરક્ષણ અંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જાગૃતિ પ્રસરાવશે
ભૂગર્ભ જળમાં ઘટાડો આવનારી પેઢી માટે ખતરનાક સાબિત થાય તેમ છેવલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક વ્રજરાજકુમારના નેજા હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાર્યકરો દ્વારા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા અંગે જાણકારી આપશે. જોકે, આ અભિયાનની શરૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી. આ અભિયાનથી વરસાદી પાણીનો અસરકારક સંગ્રહ કરવામાં મદદ મળશે તથા ખૂબ જ ઊંડા જઇ રહેલાં પાણીના સ્તરમાં પણ સુધારો કરવામાં સહયોગ મળશે. મહત્વપૂર્ણ છે કે પાણી સંગ્રહના નક્કર આયોજનના અભાવ તથા જમીનમાંથી મોટા પાયે પાણી ખેંચવાને કારણે જમીનમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે આપણી આવનારી પેઢી માટે અને માનવજાતના અસ્તિત્વ સામે ખતરો પેદા કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.