અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરથી સરકારી યુનિવર્સિટી અને તેના સંલગ્ન કોલેજોમાં વેકેશન લંબાવવાની સૂચના આપતો પરિપત્ર જાહેર કરાયો છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ અને ફાર્મસી વિભાગની કોલેજોને છોડીને તમામ સરકારી યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કૉલેજોનું ઉનાળુ વેકેશન 20 જૂન, 2020 સુધી રહેશે. જે અગાઉના પરિપત્ર પ્રમાણે ઉનાળુ વેકેશન 16 મેં, 2020 સુધીનું હતું. કોરોના વાઈરસ, નોવેલ કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
તેથી સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન કોલેજોમાં (મેડિકલ અને ફાર્મસી કૉલેજો સિવાય)અભ્યાસક્રમનું નવું સત્ર 21 જૂન,2020 થી શરૂ થશે.