અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન પર વ્યાજખોર સામે એક ગુનો નોંધાયો છે. જેમાં દિશાંક શાહ નામના વ્યક્તિએ થોડા સમય અગાઉ ફૂલચંદભાઈ નામની વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા.
જે દિશાંક શાહે ફુલચંદભાઇને તે પૈસા વ્યાજ સહિત ચૂકવી પણ દીધા છે. તેમ છતાં ફૂલચંદભાઈ દ્વારા તેના ધંધામાં ભાગીદાર બનાવવા દબાણ કર્યુ હતું. જેથી દિશાંકે તેના ભાગીદાર બનાવ્યા હતા.
જે બાદ તેને એક ઓફીસ ખાતે બોલાવી તેને પાઈપ અને પાણીની બોટલ વડે માર મારી તેનું અપહરણ કરીને ગાડીમાં બેસાડીને વ્યાસ વાડી ખાતે લઈ જઈને ભાગીદારમાંથી છૂટો કરાવવા જબજસ્તી સહી કરાવી હતી.
જેને લઇને દિશાક શાહ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી ફૂલચંદભાઈની ધરપકડ કરી હતી. તો હાલમાં આ મામલે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ દિશાંકભાઈ સામે પણ ફૂલચંદભાઇ દ્વારા ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.