ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય સમય પ્રમાણે સંભવિત કાર્યક્રમ
- 23 ફેબ્રુઆરી, 2020 સાંજે 7 વાગ્યે વૉશિગટનથી રવાના
- 23 ફેબ્રુઆરી, 2020 જર્મનીમાં સ્ટોપ ઑવર
- 24 ફેબ્રુઆરી, 2020 સવારે 11.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન
- 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.15 કલાકે એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર
- 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.25 કલાકે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમના રૂટ પર રોડ શો
- 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.45 કલાકે મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું અભિવાદન- નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ
- 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 01.00કલાકે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન
- 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 03.30 કલાકે આગ્રા જવા રવાના
ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત કાર્યક્રમમાં ગાંધી આશ્રમ જવાનો કોઈ ઉલ્લેખ નથી. સત્તાવાર રીતે હજી જાહેર થયું નથી કે, તેઓ ગાંધી આશ્રમ જશે કે નહીં. જો કે, ગાંધી આશ્રમમાં ટ્રમ્પ આવવાના છે, તે રીતે જોરશોરથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગાંધી આશ્રમમાં હાલ સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આશ્રમની પાછળના ભાગે રીવરફ્રન્ટ સાઈડ સ્ટેજ બનાવાયું છે, જ્યાં ટ્રમ્પ રીવરફ્રન્ટનો નજારો માણી શકે. જો ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે તો સંભવિત કાર્યક્રમના સમયમાં ફેરફાર થશે.