ETV Bharat / state

Unseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર

રાજ્યભરમાં ફરી એકવાર આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. કમોસમી વરસાદને સાથે સતત ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે શિમલા જેવા આહ્વાદક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે જૂઓ રાજ્યમાં ક્યાં કેવી સ્થિતિ છે.

Unseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર
Unseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર
author img

By

Published : Mar 18, 2023, 1:25 PM IST

ગુજરાતમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદ

અમદાવાદ : રાજ્યમાં કુદરત જાણે નારાજ થયો હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન લોકો શિયોળો, ઉનાળો અને ચોમાસુ અનુભવી રહ્યો હોય તેવા સતત સમાચાર સામે આવ્યા રાખે છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ચણા જેવડા કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. તો કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ વરસવાથી કાશ્મીર શિમલો જેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી તરફ જગતતાતને ઉપાદીઓ વધી રહી છે.

ખેડૂતોને ચિંતા વધી
ખેડૂતોને ચિંતા વધી

સૌરાષ્ટ્રમાં પર નજર : સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો, રાજકોટના ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કરા સાથે કમોસમી વરસાદની વરસતા ખેડૂતોની મુશ્કેલી વધી થઈ રહી છે. ઉપલેટાના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને જણાવ્યું હતું કે, ખેતરમાં ઘઉં, ધાણા, ચણા તેમજ જીરુંના પાકને નુકસાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં પણ છેલ્લા બે અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે કમોસમી વરસાદે બીજા રાઉન્ડ માર્યો હતો. જેને લઈને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.

અરવલ્લી પંથક પર નજર : હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારના રોજ અરવલ્લી પંથકમાં મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ગાજવીજ સાથે સામાન્ય અને છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે મોડાસાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે વહેલી સવારે પણ વાદળછાયું વાતાવરણ હતું.

ચણા જેવડા કરા સાથે વરસાદ
ચણા જેવડા કરા સાથે વરસાદ

કાશ્મીર શિમલા જેવા દ્રશ્યો : કરા સાથે વરસાદ વરસતા કાશ્મીર અને શિમલા જેવા મનમોહક આહલાદક દ્રશ્યો સર્જાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. તો બીજી બાજુ ખેતીવાડી વિભાગે કમોસમી વરસાદને લઇને ખેડુતોને પાક નુકસાનીથી બચવા માટે ખેતરમાં પાક કાપણીને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Unseasonal rain : ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું, માવઠું મુશળધાર વરસતા યાર્ડમાં ડુંગળી પલળી

ખેડૂતોની મહેનત બગડી : હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દક્ષિણ ગુજરાત, રાજકોટ અને અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો. તો કેટલીક જગ્યાએ વરસાદ સાથે મોટા મોટા કરા પણ પડ્યા હતા. પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ઘઉં, ડાંગર અને કેરીના પાકને વધુ નુકસાન થઈ રહ્યું છે. તો ભારે પવનના કારણે કેરીઓનો ફાલ પણ ખરી રહ્યો છે એટલે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ ખેડૂતો પોતાના પાકને બચાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. તેમ છતાં નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાત પર નજર : સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના ખેડૂતો પર જાણે છેલ્લા એક અઠવાડિયાથી કુદરત નારાજ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. માંગરોડ બારડોલી બાદ ઉમરપાડા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ભારે પવન, કરા અને વરસાદ
ભારે પવન, કરા અને વરસાદ

આ પણ વાંચો : Weather Update Today : દેશના ઘણા ભાગોમાં વરસાદ, IMD ખેડૂતોને લણણી મોકૂફ રાખવાની આપી સલાહ

સુરતમાં કેવો વરસાદ : ગણતરીની મિનિટોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં બજારો અને ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. ખેતરોમાં ભારે પાણીની આવક થતાં ખેતરો ખળ ખળ વહેવા લાગી હતી. વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. તેમજ ઘઉં, શાકભાજી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. હાલ તો ઉમરપાડા તાલુકાના ખેડૂતો પોતાના પાકને બચાવવા મહેનતમાં જોતરાઈ ગયા હતા.

કીમ ગામે ભારે ગતિ સાથે પવન ફૂંકાયો : બે દિવસ પહેલા ઓલપાડના કીમ ગામે ભારે ગતિ સાથે પવન ફૂંકાયો હતો. જેને લઇને બજારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કમોસમી વરસાદ અને ભારે ગતિ સાથે પવન ફૂંકાતા સુરત જિલ્લામાં કેરીના પાકને નુકશાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.