અમદાવાદઃ ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક સમાચાર મળ્યાં છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો રહેશે. વાતાવરણમાં સાયકલોનીક સર્કયુલેશનની અસર રહેશે. જેને કારણે રાજકોટ,અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમ જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વરસાદ છે. લૉકડાઉને પહેલાંથી જ ખેડૂતો અને સામાન્ય લોકોની કમર ભાંગી નાંખી છે ત્યારે હવે આ વરસાદ પડતા ઉપર પાટું મારીને આખું વરસ બગાડશે એવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. માર્કેટયાર્ડમાં પડેલો માલ પણ પલળી જશે. હાલ રાયડો, ચણા, ઘઉંની સિઝન છે એવામાં આ વરસાદ લોકોને હડીએ ચઢાવશે. જોકે હાલ કેરીની સિઝન જામી છે ત્યારે આ વરસાદ કેરીમાં સડો લાવશે. લૉકડાઉનને કારણે તૈયાર પાક બજારમાં પહોંચ્યો જ નથી એવામાં જો વરસાદ આવશે તો ખેડૂતોએ રાતાં પાણીએ રોવું પડશે. ચણા, એરંડા સહિતના પાક હાલ માર્કેટમાં પડ્યાં છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર - ગુજરાત હવામાન
ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર માટે સારાં સમાચાર નથી. કારણ કે ત્યાં ધોધમાર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદ ખેડૂતોનું આખું વરસ બગાડશે તેવા પણ એંધાણ મળી રહ્યાં છે.