વિરમગામઃ જખવાડા ગામે વીજ સલામતી જનજાગૃતિ અભિયાન હેઠળ યુજીવીસીએલે શેરી નાટકનું આયોજન કર્યું હતું. આ નાટક દ્વારા લોકો શોર્ટ સર્કિટથી કેવી રીતે બચી શકે તે અંગે તેમને જાગૃત કરવામાં આવ્યા હતા. ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા લોકોને વીજ અકસ્માતથી કેવી રીતે બચી શકાય તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
યુજીવીસીએલે શેરી નાટકના માધ્યમથી લોકોને વીજ અકસ્માતથી બચવા ELCBનો ઉપયોગ કરો, ભીના હાથે વીજ સાધનો કે સ્વીચને અડવું નહીં, મીટર બોક્સ સાથે કોઈ પણ પ્રકારનો છેડછાડ ન કરવા, બાળકોને વીજપ્રવાહ અથવા સ્વીચથી દૂર રાખવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે જાગૃત કર્યા હતા.