અમદાવાદઃ વિશ્વ અને દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના વાઇરસે અનેક લોકોને પોતાના ભરડામાં લીધા છે. કોરોના વાઇરસના કારણકે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. તેવામાં પરપ્રાંતીઓ પણ અનેક લોકો ગુજરાતમાં ફસાયા છે. પરંતુ તેમની સાથે શહેર અને રાજ્યમાં ટ્રેનિંગ અને અભ્યાસ અર્થે આવેલા કેટલાય યુવક યુવતીઓ ગુજરાત રાજ્યમાં ફસાયેલા છે.
લૉક ડાઉનમાં અમદાવાદમાં ફસાયેલાં યુવકયુવતી આજે જશે વતન નાગપુર, કોર્પોરેટરે કરી મોટી મદદ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં અભ્યાસ અને ટ્રેનિંગ અર્થે આવેલા યુવક યુવતી પૈકી ETV ભારતના સંવાદદાતા પાર્થ શાહને નાગપુર રહેતા યુવક યુવતી અમદાવાદ શહેરમાં ફસાયેલા છે તેવી માહિતી મળી અને તેમનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ લૉકડાઉન પહેલા છેલ્લા કેટલાય દિવસોથી અહીં હોટલમાં ટ્રેનિંગ માટે આવેલા હતા. લૉકડાઉનના 2 દિવસ પહેલા જ તેમની ટ્રેનિંગને મોકૂફ કરી દીધી અને ત્યારબાદ નાગપુર પરત જવું હતું પરંતુ ટ્રેન બંધ થઈ જતા તેઓ અહીં જ અટવાઇ ગયા હતા. તેવમાં અમદાવાદના શાહપુર વોર્ડના કોર્પોરેટર ફાલ્ગુનીબેન શાહનો તેમને સંપર્ક કરી રહેવા ખાવા પીવાની તેમને સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પરંતુ બન્ને યુવક યુવતી ખુબજ ગભરાઈ ગયેલા હોવાથી તેમને વતન નાગપુર પરત જવું હતું પરંતુ તે શક્ય જોવા મળતું ન હતું અને તેવામાં તેમને કોર્પોરેટર દ્વારા આશ્વાસન આપી 45 દિવસથી વધુ તેમના ઘરે રાખ્યા હતા.ત્યારબાદ તેમને અમદાવાદ જિલ્લા કલેક્ટર કે કે નિરાલાનો સંપર્ક કર્યો હતો. કલેક્ટર દ્વારા તમામ પુરાવા અને મેડિકલ તપાસ થયા બાદ તેમણે વતન પાછા મોકલાવ માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વતન નાગપુર પાછા જવાના સમાચાર મળતા જ તેમની અંદર ખુબજ ખુશી જોવા મળી રહી હતી.બન્ને યુવક યુવતી વતન નાગપુર જવા મળતા તેઓ જે સોસાયટીમાં લોકોએ આશરો આપ્યો તેઓમાં પણ ખુશી જોવા મળી હતી. વિજય તિલક કરી તેઓ સુરક્ષિત નાગપુર પહોંચી જાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી છે. પરંતુ અહીં સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આવા અનેક યુવક યુવતીઓ જે અભ્યાસ, ટ્રેનિંગ અને રોજગારી મેળવવા માટે ગુજરાત આવ્યા છે. ત્યારે તેઓ પણ વતન પાછા જવાની રાહ જોઇને બેઠા છે. પરપ્રાંતીઓની સાથે રાજ્યમાં અનેક યુવક યુવતીઓ પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે.
અમદાવાદથી પાર્થ શાહનો અહેવાલ