- મેડિકલ વેસ્ટનો નિકાલ ન કરવા બદલ શહેરની બે હોસ્પિટલને મ્યુનિસિપલના સોલિડવેસ્ટ વિભાગ દ્વારા બે લાખનો દંડ
- અમરાઈવાડી તપન હોસ્પિટલને 1.50 લાખનો દંડ
- શ્રદ્ધા આઇ હોસ્પિટલને પણ 50,000નો દંડ
અમદાવાદઃ જીવલેણ કોરોનાનો મેડિકલ વેસ્ટનાં આઠ આઠ દિવસ સુધી ઢગલા પડયા રહેતા હોવાથી મ્યુનિસિપલના સોલીડવેસ્ટ વિભાગે આજે શુ્ક્રવારે બે હોસ્પિટલને બે લાખનો દંડ ફટકાર્યો છે. અમરાઈવાડી તપન હોસ્પિટલમાં કોરોનાનો કચરો લાંબા સમય સુધી પડયો રહેતો હોવાથી તેને 1.50 લાખનો દંડ ફટકારાયો છે. જ્યારે શ્રદ્ધા આઇ હોસ્પિટલને પણ 50,000નો દંડ ફટકાર્યો છે.
કોરોનાની મહામારીમાં લોકોને એક બીજાનો ચેપ લાગતો હોય છે, ત્યારે કોરોનાની સારવાર કરતા ડોક્ટરોએ પહેરેલી પીપીઈ કીટ સહિત મેડિકલમાં ઉપયોગમાં લેવાતા અનેક સાધન અને કપડાનો જો યોગ્ય નિકાલ ન થાય તો તેમાંથી પણ ચેપ ફેલાવાની શક્યતા છે. પરંતુ હોસ્પિટલ મેડિકલ વેસ્ટ બહાર કાઢવામાં બેદરકારી દાખવી રહ્યા છે. જેના પગલે તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.