અમદાવાદ :કોરોનાવાઈરસના પગલે રાષ્ટ્રવ્યાપી આંશિક લોકડાઉનનાં સૌથી મુશ્કેલ સમયમાં પશ્ચિમ રેલ્વે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે દેશની તમામ શક્ય સેવા કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે દ્વારા ખાસ કરીને તેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા સંકટ સમયે દવાઓ અને તબીબી ઉપકરણોનો સતત સપ્લાય કરીને સર્વોચ્ચ માનવ મૂલ્યો રજૂ કર્યા હતા. પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના વિવિધ ભાગોમાં 23 માર્ચ,2020 થી 20 જુલાઈ, 2020 સુધીમાં અંદાજે 3652.35 ટન દવાઓ અને તબીબી ચીજોની ડિલિવરી કરવામાં આવી છે.
જેના પરિણામે રૂ.1.60 કરોડની આવક થઈ છે. 1565.75 ટન વજનની દવાઓ રૂ. 76 લાખની આવક સાથે પરિવહન કરવામાં આવી હતી. 2086 ટન વજનની તબીબી વસ્તુઓ જેમ કે માસ્ક, સેનિટાઇઝર, પી.પી.ઇ. કીટ્સ, ગ્લોવ્સ, સર્જિકલ વસ્તુઓ વગેરે પરિવહન કરવામાં આવ્યું હતું. પરિણામે રૂ. 84 લાખની આવક થઈ હતી.
આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા 61 દૂધની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.જેમાં અંદાજે 46 હજાર ટનનો ભાર અને વેગનના 100% ઉપયોગથી લગભગ 7.93 કરોડની આવક થઈ છે. તેવી જ રીતે, લગભગ 30 હજાર ટન જેટલા ભારણવાળી 339 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે પરિવહન કરવામાં આવી હતી. જેનાથી 15 કરોડની આવક થઈ છે. આ સિવાય, 5168 ટન વજનવાળા 12 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા.જેનાથી 2.58 કરોડ
થી વધુની આવક થઈ છે.
22 માર્ચથી 20 જુલાઈ 2020 સુધીના લોકડાઉન સમયગાળા દરમિયાન વેસ્ટર્ન રેલ્વે દ્વારા 19.70 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરવા માટે કુલ 9713 માલ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 9521 ટ્રેનોને સોંપવામાં આવી હતી. 9542 ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી.