અમદાવાદ : ટ્રાન્સજેન્ડર એટલે કે થર્ડ પાર્ટી માટે અલગથી પબ્લિક ટોયલેટ હોવા જોઈએ એવી માંગ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. જેનો આધાર છે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ વાત મૂકવામાં આવી છે તેે. ત્યારે જાણો આવો જાણીએ શું છે આ પ્રોજેક્ટમાં? તેમજ હાલ દેશમાં કયા કયા સ્થળે આ પ્રકારના શૌચાલયો છે.
મૂળભૂત અધિકારો માટે લડત : સુરક્ષિત સ્વચ્છતા અને સ્વચ્છતાના અધિકાર માટે તેમના અસ્તિત્વ અને મૂળભૂત અધિકારો માટેની કિન્નરોની આ લડત છે. સુપ્રીમ કોર્ટના NALSA ચૂકાદા અને ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ એક્ટ), 2019 હેઠળ, રાજ્યમાં ટ્રાન્સજેન્ડરો માટે શિક્ષણનો અધિકાર, મતદાન, આધાર કાર્ડ સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની જરૂર હોય છે. આ ઉપરાંત, તેઓ સ્વચ્છ અને સુરક્ષિત શૌચાલયના પણ હકદાર છે. જો કે કેટલીક કંપનીઓએ લિંગ-તટસ્થ શૌચાલયનો ખ્યાલ રજૂ કરેલો પણ તે હજુ સુધી જાહેર થયો નથી.
ભારત સરકારનો ઉલ્લેખ : ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સજેન્ડર માટે જે અલગથી શૌચાલય બનાવવા માટેની જાહેરહિતની અરજી થઈ છે તે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા એક ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર માટે પણ અલગથી શૌચાલય હોવા જોઈએ એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છ ભારત મિશન માર્ગદર્શિકાનો આધાર : ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 ઓક્ટોબર 2017ની સ્વચ્છ ભારત મિશન માર્ગદર્શિકામાં ટ્રાન્સજેન્ડર માટે અલગ જાહેર શૌચાલય બનાવવામાં આવે તે માટે આ બાબતે જરૂરી પગલાં લેવામાં નિર્દેશ આપવામાં આવ્યો હતો અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
શું હતો પરિપત્ર : આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના સ્વચ્છતા મંત્રાલય દ્વારા માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે ત્રીજા જાતિના એટલે કે ટ્રાન્સજેન્ડર લોકોને પણ સમાન નાગરિક તરીકે અને શૌચાલય ઉપયોગકર્તા તરીકે સમાન અધિકાર માટેના સભાન પ્રયાસો કરવા જોઈએ. આ માર્ગદર્શિકા મુજબ લોકોને તેમની પસંદગી મુજબ તેમના સમુદાયને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાની મંજૂરી હોવી જોઈએ.
અલગ શૌચાલયની મંજૂરી સ્વચ્છ ભારત મિશન દ્વારા એક એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેનાથી તેમણે જાહેર શૌચાલયની ઉપયોગ માટે તેમની પસંદગીની સુવિધા મળી રહે અને તે માટે અલગ શૌચાલયની મંજૂરી આપવી જોઈએ. આ સાથે જ કોઈપણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિને તેમની ઈચ્છા અનુસાર શૌચાલયનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
ટ્રાન્સજેડર ટોઇલેટ કેટલાક શહેરમાં બનાવાયાં છે : 'કિન્નર' સમાજની મોટાભાગે ઉપેક્ષા થતી હોય છે અને તેમના માનવીય અધિકારો અંગે વાત કરવામાં આવતી ન હતી. જોકે સમાન હકના સમયમાં તેઓના પ્રશ્નોને વાચા મળી રહી છે.ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજીની જેમ દેશના અન્ય શહેરોમાં પણ આ મુદ્દો જોવા મળી રહ્યો છે અને કેટલાક શહેરમાં ટ્રાન્સજેડર ટોઇલેટ બનાવવા પણ છે.
ક્યાં ક્યાં બન્યાં ટ્રાન્સજેન્ડર શૌચાલય મહત્વનું છે કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાન્સજેન્ડરને દેશના ત્રીજા લિંગનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સાથે જ તેમાં પણ ચૂકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જાહેર સ્થળો પર તેમના માટે અલગ શૌચાલય બનાવવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભારત દેશમાં તામિલનાડુમાં, મૈસૂરમાં, લુધિયાણા, ભોપાલમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ જાહેર શૌચાલયો બની ગયા છે. આ સાથે જ દિલ્હીમાં પણ આનું અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ આવી રીતના અલગ ટ્રાન્સજેન્ડર શૌચાલય બને તે માટે માંગ કરવામાં આવી છે.