ETV Bharat / state

Ahmedabad Crime: નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રનિંગ માટે કોચિંગ લેનાર યુવતી સાથે ટ્રેનરે ગુજાર્યું દુષ્કર્મ - અમદાવાદ ક્રાઈમ

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ કોચિંગ માટે એક વ્યક્તિનો સંપર્ક કરતા યુવકે એક્સ આર્મીમેન તરીકેની ઓળખ આપી મિત્રતા કરી અને લગ્નના વાયદા કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. અંતે યુવતીને તરછોડી દેતા આ મામલે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રનિંગ માટેનું કોચિંગ લેનાર યુવતી સાથે ટ્રેનરે ગુજાર્યું દુષ્કર્મ

author img

By

Published : Aug 22, 2023, 10:25 AM IST

નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રનિંગ માટે કોચિંગ લેનાર યુવતી સાથે ટ્રેનરે ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી, ત્યારબાદ શારીરિક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે તેને રનીંગ માટેની પ્રેક્ટિસ કરવાની હોવાથી તેણે કોચ બાબતે સોશિયલ મિડીયા પર સર્ચિંગ કર્યુ હતુ. બી.કે ખાન નામના શખ્સ સાથે તેની મુલાકાત થયા બાદ આરોપીએ તેને એક્સ આર્મીમેનની ઓળખ આપી લગ્નનો વાયદો કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલે હવે ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યા બાદ SCST સેલ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.

" આ અંગે ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. હાલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલુ છે."-- ઝેડ.એ શેખ, (DYSP, SCST સેલ, અમદાવાદ)

લેખિત પરીક્ષા પાસ કરી: મૂળ મહેસાણાની અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતા 29 વર્ષીય યુવતી 2022માં નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ શારીરિક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી. રનીંગ માટે કોચની શોધ કરી રહી હતી. સોશિયલ મીડિયાથી બી.કે ખાન (મિશન ફીટ ઇન્ડિયા)સંસ્થા ચલાવતા બી.કે ખાન સાથે સંપર્ક થયો હતો. જેની સાથે વાત કરતા આરોપીએ એક્સ આર્મીમેન હોવાની ઓળખ આપી હતી. બાદમાં પ્રેક્ટિસ અને કોચિંગ માટે યુવતી જતી ત્યારે આરોપી અંગત જીવનના સવાલ કરી તેને બદઇરાદાથી જોતો હતો.

લગ્ન કરવાની લાલચ: એક દિવસ આરોપીએ પરિણીત હોવાનું કહી છૂટાછેડા લઇને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. તે જૂનાગઢથી ગાડી ચલાવીને આવ્યો હોવાથી થાક્યો હોવાનું કહી હોટલમાં લઇ જઇ યુવતી માસિકમાં હોવા છતાં તેની સાથે સંબંધ બાંધ્યો હતો. યુવતીને ગુપ્ત ભાગોએ ઇજા પહોંચી હતી. જેથી બાદમાં યુવતી આરોપીના ઘરે પહોંચી તો ત્યાં તેની પત્ની મળતા તેણે પણ માથાકૂટ કરી હતી. જેથી આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી SCST સેલને તપાસ સોંપી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.

  1. Ahmedabad News: પોલીસ બનીને સ્કોર્પિઓ ગાડીમાં યુવકનું અપહરણ કરી 25 લાખની ખંડણી માંગનાર બે શખ્સો ઝડપાયા
  2. Ahmedabad Crime: વસ્ત્રાપુરમાં ફ્લેટ ભાડે રાખી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા, ક્રાઈમ બ્રાન્ચે 32.57 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.