ETV Bharat / state

Ahmedabad Crime : રેલવેના ટ્રેન મેનેજરે નિવૃત્ત કર્મચારીના લાખોના PFની રકમ કરી ચાઉં

અમદાવાદમાં ઠગાઈના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કોઈ પણ વ્યક્તિના પૈસા લઈને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. પરંતુ એક સરકારી કર્મચારી ઠગાઈ કરે તેવા કિસ્સા ખૂબ ઓછા સામે આવતા હોય છે. તેવામાં રેલવેના નિવૃત કર્મી સામે લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.

author img

By

Published : Jul 4, 2023, 12:54 PM IST

Ahmedabad Crime : રેલવેના ટ્રેન મેનેજરે અન્ય કર્મીના PF ની રકમ કરી ચાઉં

અમદાવાદ : શહેરમાં અવારનવાર ઠગાઈ અને છેતરપિંડીના કિસ્સા બનતા રહે છે. પરંતુ હાલમાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સેવા નિવૃત્ત થયેલા કર્મચારીના PF ની રકમ ગેરવલ્લે ગયા બાદ સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો હતો. આખરે આ બાબત પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.

શું હતો મામલો ? નરોડા રોડ ખાતે આવેલી સિનિયર DFM ઓફિસમાં આસિસ્ટન્ટ ડિવીઝનલ ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા એલેક્સ લોબોએ આ ફરિયાદ નોંધાવી છે. તે ફરિયાદ મુજબ તેઓના રેલવે વિભાગના ડીઝલ શેડમાં ફિટર તરીકે નોકરી કરતા દેવવ્રત ચંદ્રનાથ 30/4/2022 ના રોજ સેવા નિવૃત થયા હતા. ઉપરાંત રેલવે વિભાગના ટ્રેન મેનેજર તરીકે નોકરી કરતા પ્રકાશ ચંદ્ર મીણા પણ તે જ દિવસે નિવૃત્ત થયા હતા. બંનેના મળવાપાત્ર પ્રોવિડન્ટ ફંડ તેમજ અન્ય લાભો તેઓને વિભાગ તરફથી ચૂકવવામાં આવ્યા હતા. જેમાં દેવવ્રત નાથના પૈસા તેમના એકાઉન્ટ તેમજ પ્રકાશ મીણાના પૈસા તેઓના એકાઉન્ટમાં ચૂકવવાના હતા.

બે કર્મચારી થયા નિવૃત : વહીવટી વિભાગ દ્વારા ડિપાર્ટમેન્ટમાં જે ફાઈલ તૈયાર થઈને આવે છે, તે પ્રમાણે તેઓએ રકમની ચુકવણી કરી હતી. 15 મી માર્ચ 2023 ના રોજ દેવવ્રત નાથ ઓફિસે આવ્યા હતા. તેઓના વિભાગના PF સેક્શન ઓફિસરને મળીને પોતાની નિવૃત્તિ પછીના પ્રોવિડન્ટ ફંડના પૈસા મળ્યા નથી તે બાબતે લેખિત અરજી આપી હતી.

રકમની ચૂકવણીમાં ગરબડ : જે અરજી વિભાગને મળતા વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર તેમજ સેક્શન ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, દેવવ્રતનાથને ચૂકવવાના પ્રોવિડન્ટ ફંડના પૈસા તેઓના એકાઉન્ટમાં ચૂકવવાની જગ્યાએ પ્રકાશચંદ્ર મીણાના એકાઉન્ટમાં ચુકવાઇ ગયા હતા. વિભાગ દ્વારા વધુ નાણાં ચૂકવાઇ ગયેલા કર્મચાર પ્રકાશચંદ્ર મીણાને લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ તરફથી કોઈ જવાબ ન મળતા રેલવે વિભાગના સેક્શન ઓફિસર દ્વારા લેખિતમાં નોટિસ આપવામાં આવી હતી.

પૈસા આવ્યા તો ઉડાવ્યા : આ અંગે પ્રકાશ ચંદ્ર મીણાએ જણાવ્યું હતું કે, પોતાને ચૂકવવામાં આવેલા વધારાના નાણાં તેઓએ ખર્ચ કરી નાખ્યા છે. આ રકમ પોતે ધીરે ધીરે ચૂકવી દેશે. પરંતુ તેઓએ અત્યાર સુધીમાં પોતાને મળેલ વધારાના નાણાં ચૂકવ્યા નથી. અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી નિવૃત્ત રેલવે કર્મી છે. જેઓની સામે પુરાવાઓ એકત્ર કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કુલ 27,5,571 રૂપિયા ન આપીને છેતરપિંડી આચરી હોવા અંગે શહેર કોટડા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.-- એમ.ડી. ચંદ્રવાડિયા (PI, કોટડા પોલીસ સ્ટેશન)

PF ચૂકવવાની કામગીરી : DFM ઓફિસમાં અમદાવાદ ડિવિઝનના રેલવેના તમામ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરના હિસાબો અને નાણાકીય વ્યવહારોના કામકાજ થાય છે. જેમાં PF સેક્શનમાં કર્મચારીઓનું PF ને લગતું કામકાજ કરવામાં આવે છે. PF ના નાણા ચૂકવવાના તથા રિટાયર્ડ થયેલા કર્મચારીઓના રિટાયરમેન્ટને લગતા લાભો ચૂકવવાની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે પણ કર્મચારી નિવૃત થાય ત્યારે તેની સંપૂર્ણ ફાઈલ વિભાગના સેટલમેન્ટ સેક્શનમાંથી તૈયાર થઈને આવે છે અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે.

  1. Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ
  2. Ahmedabad News : પત્ની સાથે ઝઘડો થતા બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયરે આ રીતે બચાવ્યો જીવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.