અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટથી જુદી જુદી ફલાઈટમાં અમેરિકા જતા પ્રવાસીઓ (Flight from Ahmedabad to America) મંગળવારે મોડી રાત્રે અટવાયા હતા. મળતી માહિતી મુજબ અમેરિકામાં નવી સીબેન્ડ ફાઈવ-જી સર્વિસના પગલે આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન ખોરવાઈ ગયુ હતુ. જેના કારણે અમદાવાદથી અમેરિકા જતા 300થી વધુ પ્રવાસીઓ એરપોર્ટ પર અટવામણના કારણે અફરાતફરી (American Tourists Trapped at Ahmedabad Airport) જેવો માહોલ સર્જાયો હતો.
300થી મુસાફરો અટવાયા અમદાવાદ એરપોર્ટ પર
મળતી માહિતી મુજબ પ્રવાસીઓ અમેરિકા જવા માટે એરપોર્ટ પર પહોંચી ગયા હતા, પરંતુ અમેરિકામાં અચાનક શરૂ કરાયેલી નવી સીબેન્ડ ફાઈવ-જી સર્વિસના પગલે મંગળવારે મોડી રાત્રે અમેરિકા જતા પ્રવાસીઓ (Tuesday flight from Ahmedabad to America) અમદાવાદ એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે મોટા ભાગના એરપોર્ટસ્ટેશન બંધ હોવાથી 300થી વધુ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. એમિરેટ્સ અને એતિહાદ એરવેઝમાં વાયા દુબઈ અને અબુધાબી થઈને જનારા પ્રવાસીઓને રિબુકિંગનો વિકલ્પ આપવામા આવ્યો હતો. તો બીજી તરફ અન્ય કેટલાક ઈમરજન્સીમાં જનાર પ્રવાસીઓને દુબઈ થઈને જે એરપોર્ટ સ્ટેશન શરૂ હતા ત્યાંની ટીકીટ કરી આપવામા આવી હતી.
આ પણ વાંચોઃ આનંદો! અમદાવાદ એરપોર્ટથી શહેરમાં ફરી BRTS બસ દોડશે
અમેરિકાના મોટા ભાગના સ્ટેશનો કાર્યાન્વિત થયા.
પ્રવાસીઓના બુર્કિંગમાં ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જેથી ભારે હાલાકી (People got in Trouble at Ahmedabad Airport) બાદ ઘરે પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી એર ઈન્ડિયામા વાયા મુંબઈ અને દિલ્હી અમેરિકા જતા પ્રવાસીઓ ત્યાંના એરપોર્ટ પર પણ ફસાઈ ગયા હતા. જો કે, હાલ અમેરિકાના મોટા ભાગના સ્ટેશનો કાર્યાન્વિત થઈ ગયા હોવાથી પ્રવાસીઓને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આ પણ વાંચોઃ વડોદરા એરપોર્ટ ઉપર ફ્લાઇટ શિડ્યુલ વધશે