- અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોનાના નવા કેસ
- એક દિવસમાં 604 કેસ નોંધાયા
- 253 માઇક્રો કન્ટેન્ટ મેન્ટ ઝોન અમલમાં
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 228 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં થલતેજ, બોપલ, જોધપુર, બોડકદેવ સહિત 28 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર અને બોડકદેવ વિસ્તારના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 253 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે.
28 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
જોધપુરના સાઉથ બોપલના સફલ પરીસર-1ના 4 મકાનોના 17 લોકો, સાઉથ બોપલની આરોહી ઈલેસિયમના 4 મકાનોના 11 લોકો અને ઝોડિયાર્ક આરીસના 2 મકાનોના 5 લોકો, વેજલપુરના વિનસ પાર્કલેન્ડના 4 મકાનોના 13 લોકો, વસ્ત્રાલની નિર્મલ રેસિડેન્સીના 30 મકાનોના 128 લોકો, વિરાટનગરની જય જગન્નાથ સોસાયટીના 8 મકાનોના 50 લોકો, ભાઈપુરા જશોદા ચોકડીના ક્રિષ્ના બંગલોઝના 13 મકાનોના 61 લોકો, ખોખરાના 4 મકાનોના 13 લોકો, નારોલના દેવ માણેક એપાર્ટમેન્ટના 50 મકાનોના 156 લોકો, વટવાની નિર્મલનગર સોસાયટીના 4 મકાનોના 15 લોકોને કન્ટેન્ટ મેન્ટ ઝોનમાં મુકાયા છે.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
જ્યારે થલતેજના ડ્રાઈવ ઈન રોડ પરના સ્ટેટસ એપાર્ટમેન્ટના 8 મકાનોના 35 લોકો, કાવેરી સંગમ શીલજના 20 મકાનોના 80 લોકો, ટીવી ટાવર પાસેના ગાલા એટર્નિયાના 20 મકાનોના 80 લોકો, ઘાટલોડિયાના પ્રભાત ટેનામેન્ટના 8 મકાનોના 35 લોકો અને કર્મચારી નગર-1ના 19 મકાનોના 75 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયા વિસ્તાર
ઉપરાંત બોડલદેવમાં ઝોડિયાર્ક એસ્ટરના 16 મકાનોના 65 લોકો અને તિર્થધામ એપાર્ટમેન્ટના 28 મકાનોના 100 લોકો, પાલડીના સુયસ એપાર્ટમેન્ટના 8 મકાનોના 29 લોકો, ન્યુ રાણીપના સહજાનંદ હોમ્સના 8 મકાનોના 18 લોકો અને વંદેમાતરમના 4 મકાનોના 22 લોકો, તેમજ વાસણાના સ્નેહલ ફ્લેટના 4 મકાનોના 14 લોકો, રાજયસ રિવાના 4 મકાનોના 13 લોકો અને આરૂષી બંગલોઝના 3 મકાનોના 11 લોકો, નવરંગપુરાના વિક્રમ એપાર્ટમેન્ટના 3 મકાનોના 10 લોકો અને ચાંદખેડામાં મોટેરાના વિઠ્ઠલ એક્ઝોટિકાના 13 મકાનોના 39 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયા છે.
શહેરમાં 600થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને કારણ સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 613 નવા કેસ અને 507 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,342 પર પહોંચ્યો છે.